Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?

|

Mar 06, 2022 | 5:55 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો બાગાયતી વાવેતર તરફ વળ્યા છે અને અનેક ખેડૂતો વિવિધ પ્રકારના બાગાયતી પાકનું સફળ વાવેતર કરી સારી કમાણી કરી રહ્યાં છે ત્યારે વઢવાણના મગનભાઇ પરમાર નામના પ્રગતિશીલ ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું છે.

Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?
વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું.

Follow us on

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના પ્રગતિશીલ ખેડૂતર પરંપરાગત વાવેતર ના બદલે સુરજમુખીના ફુલનું સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે. સુરજમુખીના વાવેતરથી ખેડૂતને આર્થિક ફાયદો તો થાય છે સાથે સાથે બીજો મુખ્ય ફાયદો એ પણ થાય છે કે સુરજમુખીના વાવેતરના કારણે ઇયળો કે જીવાતો અન્ય પાકોમાં લાગતી નથી તેથી બીજા પાકને પણ નુકસાન થતાં અટકે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કપાસ, બાજરી, જીરૂ અને ઘઉં જેવાં પાકોનું જ વાવેતર કરવામાં આવતું હતુ પરંતુ હવે જિલ્લામાં ખેડૂતો બાગાયતી વાવેતર તરફ વળ્યા છે અને અનેક ખેડૂતો વિવિધ પ્રકારના બાગાયતી પાકનું સફળ વાવેતર કરી સારી કમાણી કરી રહ્યાં છે ત્યારે વઢવાણના મગનભાઇ પરમાર નામના પ્રગતિશીલ ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું છે.

મગનભાઇ વઢવાણના મેલડી માતાનાં મંદિર વાળા રોડ પર ખેતર ધરાવે છે અને તેમાં સંપૂર્ણ ઓર્ગેનીક પધ્ધતિથી ખેતી કરે છે ત્યારે ઓર્ગેનીક શાકભાજી અને ફળોના વાવેતરની સાથે સાથે તેમણે સુરજમુખીનું વાવેતર કરવાનો પ્રયોગ ત્રણેક વર્ષ પહેલા કર્યો હતો. જેમાં પ્રાયોગિક ધોરણે 20 થી 25 બીજ વાવ્યા હતાં, જેમાં સફળતા મળતા ધીરે ધીરે તેમણે વાવેતરમાં વધારો કર્યો અને આ વર્ષે દોઢ એકર જમીનમાં 500થી વધુ સુરજમુખીનું સફળ વાવેતર કર્યું છે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

સુરજમુખીના ફુલમાંથી બનતુ તેલ બજારમાં ઉંચી કિંમતર વેચાતુ હોવાથી ખેડૂતોને કમાણી પણ સારી થાય છે સાથે સાથે બીજા પણ ફાયદા થાય છે જેમ કે સુરજમુખીનું વાવેતર બીજા કોઇ પણ પાકની વચ્ચે સરળતાથી કરી શકાય છે. તેમાં કોઇ પ્રકારની દવાનો છંટકાવ કે તેને અલગથી પીયત કરવાની જરૂર રહેતી નથી. કોઇ રોગ પણ આવતો નથી.

ખાસ બીજા પાકમાં આવતી ઇયળો કે જીવાંતો પણ સુરજમુખીના ફુલથી આકર્ષાયને તેના પર બેસે છે જેથી અન્ય પાકને પણ ઇયળોના ઉપદ્રવથી રક્ષણ મળે છે. આમ સુરજમુખીના વાવેતરથી ખેડૂતોને અનેક ફાયદાઓ પણ થાય છે ત્યારે વઢવાણના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત પાકના બદલે સુરજમુખીનું સફળ વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પુરી પાડી છે.

આ પણ વાંચોઃ Gir Somnath: 32મી અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં સુરતનો દબદબો, મહિલામાં ત્રણેય અને પુરુષોમાં 2 રેન્કર સુરતના

આ પણ વાંચોઃ વીંછિયાના ખેડૂતો માટે નાની જીવાત આફત બનીને આવી, ઊભો પાક સૂકવી નાખે છે

Next Article