સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીમાં 6.75 લાખની લુંટમાં મેનેજર પર શંકાની સોય, માલિકે ફરીયાદ નોંધાવી

|

Nov 03, 2021 | 10:32 PM

આંગડિયા પેઢીની હેડ ઓફિસમાંથી મેનેજરે રૂ.6.75 લાખ લઈને જે તે સ્થળે પહોંચાડ્યા ન હતા. જો કે બાદમાં તેનો ફોન પણ બંધ આવતા આંગડીયા પેઢીના માલીકે મેનેજર સામે રૂ.6.75 લાખની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે

સુરેન્દ્રનગરની(Surendranagar))એક આંગડીયા પેઢીના(Angadiya)માલિકે તેના જ કર્મચારી પર ફરીયાદ નોંધાવી છે. જેમાં શહેરની મધ્યમાં રમેશકુમાર અંબાલાલ એક આંગડીયા પેઢી ચલાવે છે. જેમાં માલદેવસિંહ જાડેજા છેલ્લા 10 વર્ષથી શાખાના મેનેજર(Manager)તરીકે ફરજ બજાવતા હતા. એવામાં થોડા દિવસ અગાઊ પેઢીની હેડ ઓફિસમાંથી મેનેજરે રૂ.6.75 લાખ લઈને જે તે સ્થળે પહોંચાડ્યા ન હતા.

જો કે બાદમાં તેનો ફોન પણ બંધ આવતા આંગડીયા પેઢીના માલીકે મેનેજર સામે રૂ.6.75 લાખની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે પણ આ અંગે ફરિયાદ મળતા તેની તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત સુરેન્દ્ર નગરના પાટડી તાલુકાના જૈનાબાદ ગામે હત્યાની ઘટના સામે આવી છે. ગામમાં અજાણ્યા શખ્સોએ આધેડની હત્યા કરી હોવાની માહિતી બહાર આવી છે. મોડીરાત્રે ચોર રહેણાક મકાનમાં ચોરી કરવા આવ્યા હતા. ચોરીના ઈરાદે આવેલા તસ્કરો આધેડની હત્યા કરી નાસી છૂટ્યા છે. ચોરી દરમિયાન આધેડ જાગી જતા પકડાઇ જવાની બીકે હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમાગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં વધી રહેલા ગુના સામે હવે આકરા પગલા ભરવાનો સમય આવી ગયો છે. દરરોજ અનેક લૂંટ, હત્યા, અપહરણના બનાવ સામે આવે છે.

આ પણ વાંચો : કચ્છ સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી દરમ્યાન સીએમ પટેલે કહી આ વાત

આ પણ વાંચો : રાજ્યમાં અમદાવાદ અને સુરતથી 5 નવી હવાઈ સેવાઓ શરૂ કરાશે: નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી

Published On - 10:27 pm, Wed, 3 November 21

Next Video