Surendranagar: 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાંચે 4 આરોપીની કરી ધરપકડ, જુઓ Video

આ લોકોએ સિફતપૂર્વક 3.93 કરોડ રૂપિયાની ચાંદીની લૂંટ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 100 કિલો જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે. જોકે હાલમાં મુખ્ય આરોપી ફરાર છે.

Surendranagar: 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાંચે 4 આરોપીની કરી ધરપકડ,  જુઓ Video
| Edited By: | Updated on: Mar 01, 2023 | 3:28 PM

સુરેન્દ્રનગરના સાયલા પાસે દસેક દિવસ પહેલાં 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. આ લૂંટના કેસમાં પોલીસની 50 થી વધુ ટીમો લૂંટારૂઓની શોધખોળમાં લાગી હતી. ત્યારે ક્રાઇમ બ્રાંચને આ કેસમાં 4 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ચાંદીની લૂંટ કરનારી ગેંગ મધ્ય પ્રદેશની કંજર ગેંગ હતી. આ લોકોએ સિફતપૂર્વક 3.93 કરોડ રૂપિયાની ચાંદીની લૂંટ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 100 કિલો જેટલો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે. જોકે લૂંટનો મુખ્ય આરોપી હજી પોલીસની પકડથી દૂર છે અને પોલીસ તેની તપાસ માટે સઘન શોધખોળ અભિયાન ચલાવી રહી છે.

 

 

પોલીસે  પ્રાથમિક તબક્કે  આંતરરાજ્ય અને સ્થાનિક ગેંગે મળીને લૂંટ ચલાવી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું અને  પોલીસ તપાસમાં 7 લૂંટારૂઓ હિન્દી-ગુજરાતી બોલતા હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાને  પગલે  રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે સઘન તપાસ શરૂ કરી હતી.

એસપીના માર્ગદર્શન હેઠળ મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ અને પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તે દરમ્યાન પોલીસને લૂંટારૂઓનું એક વાહન લૂંટના સ્થળેથી થોડે દૂર એક હોટલ પાસેથી મળી આવ્યું હતુ.તેમજ આ ઘટનામાં પોલીસે  રાજકોટની પાર્સલ ઓફિસથી શરૂ કરી હાઇવે સુધી એમ તમામ સ્થળોએ સીસીટીવી ચેક કરી તપાસ આરંભી  હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિકથી ધમધમતા સાયલામાં અંદાજિત 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. કુલ 3.88 કરોડની જવેલરીની લૂંટ થતા  સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.  નોંધનીય છે કે 17 ફેબ્રુઆરીની  રાત્રે કુરિયરની  ગાડી રાજકોટથી અમદાવાદ  જવા માટે 9-40 વાગ્યે નીકળી હતી અને  આ ગાડી  સાયલા નજીક પહોંચતા 3 જેટલી કાર દ્વારા ન્યુઝ એર કંપનીની કારને આંતરી લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી.

વિથ ઇનપુટ: મિહીર સોની, અમદાવાદ ટીવી9

Published On - 8:40 am, Wed, 1 March 23