SURENDRANAGAR : સુરેન્દ્રનગર જિલ્લાની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અહીં આમ આદમી પાર્ટીના 100થી વધુ હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપ્યા છે.જેમાં મહામંત્રી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ, મહિલા મોરચા પ્રમુખ, મહામંત્રી સહિતના લોકોએ આમ આદમી પાર્ટના જિલ્લા પ્રમુખને પોતાના રાજીનામા આપ્યા હતા. હોદ્દેદારોનો આક્ષેપ હતો કે, આમ આદમી પાર્ટીના કમલેશ કોટેચા અને શહેર પ્રમુખ દીપક ચિહલા સહિતના કેટલાક હોદ્દેદારોએ પક્ષ વિરોધી પ્રવૃતી કરે છે. જેના પગલે પાર્ટીની છબી ખરડાઈ રહી છે અને એટલે જ 100થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારું પરિણામ ન મેળવી શકનારી આમ આદમી પાર્ટીમાં હવે વિવિધ મુદ્દે વિખવાદો થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડના 44 ઉમેદવારોમાંથી એક માત્ર વોર્ડ-6માં AAP નો એક ઉમેદવાર જીત્યો છે. વોર્ડ-6 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખ 3974 મતે જીત્યા છે. આ સાથે જ 3 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે, જેમાં ભાવનાબેન ગોલ 4062, પ્રેમલત્તાબેન મહેરિયા 3825 મતે અને ગૌરાંગ વ્યાસ 4492 મતે જીત્યા છે. આમ ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અને એક ઉમેદવાર AAPનો જીતતા વોર્ડ-6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ તૂટી છે.
આ પણ વાંચો : PM MODI 13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનાનું લોકાર્પણ કરશે, જાણો 100 લાખ કરોડથી વધુની આ યોજના વિશે
આ પણ વાંચો : GANDHINAGAR : માતૃ-બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત ‘ઓપ્ટિમલ અર્લી ચાઈલ્ડહૂડ ડેવલપમેન્ટ’ વિષય પર વર્કશોપ યોજાયો