સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાંથી ગાંજાનું વાવેતર કરતો શખ્સ ઝડપાયો

|

Sep 20, 2021 | 9:37 AM

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ફતેસંગ મસાણી કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતો હતો. જેમાં SOG પોલીસે જપ્ત કરેલા 36 કિલોના 19 છોડની કિંમત 3.60 લાખ રૂપિયા થાય છે

સુરેન્દ્રનગર(Surendranagar) ના ચુડા તાલુકામાંથી ગાંજાનું(Ganjo) વાવેતર કરતો શખ્સ ઝડપાયો છે. ચુડા તાલુકાના ચોકડી ગામે ફતેસંગ મસાણી નામનો શખ્સ પોતાની વાડીમાં ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર કરતો હતો. જે અંગેની બાતમી મળતા પોલીસે(Police) તેને લીલા ગાંજાના 19 છોડ સાથે ઝડપી પાડ્યો છે.

SOG પોલીસે જપ્ત કરેલા 36 કિલોના 19 છોડની કિંમત 3.60 લાખ રૂપિયા થાય છે. ફતેસંગ મસાણી કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતો હતો. બિયારણ કોની પાસેથી લાવતો હતો. આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે તેની આકરી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, બગીચાઓમાં પણ વેક્સિન સર્ટિફિકેટ વિના નો એન્ટ્રી

આ પણ વાંચો : બોલ માડી અંબેના નાદથી ગુજયું અંબાજી મંદિર પરિસર, ભાદરવી પૂનમને લઇને ભકતો ઉમટ્યા

Next Video