સાયલામાં ચાંદીની લૂંટના કેસમાં 50થી વધુ ટીમ લાગી કામે, પોલીસે હાઈવે પરની હોટેલોના CCTVની શરુ કરી તપાસ

|

Feb 19, 2023 | 4:31 PM

રાજકોટ (Rajkot News) અમદાવાદ હાઈવે પર સાયલા નજીક ફિલ્મી ઢબે કરોડોની ચાંદીની લૂંટ ચલાવવામાં આવી. બે કારમાં આવેલા અજાણ્યા 7 લૂંટારૂઓએ કારને આંતરી 704 કિલો ઇમિટેશનની જ્વેલર્સ અને 992 કિલો ચાંદી સહિત કુલ 3.93 કરોડના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થયા હતા.

સાયલામાં ચાંદીની લૂંટના કેસમાં 50થી વધુ ટીમ લાગી કામે, પોલીસે હાઈવે પરની હોટેલોના CCTVની શરુ કરી તપાસ
સાયલામાં થયેલી ચાંદીની લૂંટ કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ

Follow us on

સુરેન્દ્રનગરના સાયલા નજીક 992 કિલો ચાંદીની લૂંટના કેસમાં પોલીસ એક્શન મોડમાં છે. પોલીસની 50થી વધુ ટીમ લૂંટારૂઓને પકડવા દોડતી થઈ છે. ઘટનાના એક દિવસ બાદ પણ લૂંટારૂઓ પોલીસ પકડથી દૂર છે. પ્રાથમિક ધોરણે આંતરરાજ્ય અને સ્થાનિક ગેંગે મળીને લૂંટ ચલાવી હોવાનું અનુમાન છે તો પોલીસ તપાસમાં 7 લૂંટારૂઓ હિન્દી-ગુજરાતી બોલતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસ વિભાગે હાઈવે હોટલો પરના CCTVની તપાસ શરૂ કરી છે.

આંતરરાજ્ય ગેંગ હોવાનું અનુમાન

રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક ફિલ્મી ઢબે કરોડોની ચાંદીની લૂંટ ચલાવવામાં આવી. બે કારમાં આવેલા અજાણ્યા 7 લૂંટારૂઓએ કારને આંતરી 704 કિલો ઈમિટેશનની જ્વેલર્સ અને 992 કિલો ચાંદી સહિત કુલ 3.93 કરોડના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થયા હતા. રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આવેલી ન્યૂ એર સર્વિસ કંપનીની કાર તેમજ અન્ય વાહન ચાંદી લઈને અમદાવાદ એરપોર્ટ જઈ રહ્યા હતા.

ત્યારે લૂંટારૂઓએ સાયલા નજીક મોડર્ન સ્કૂલ પાસે આંતરી અને આંગડીયા પેઢીના કર્મચારીને માર માર્યો હતો. જે બાદ કર્મચારીની આંખ પર પટ્ટી બાંધી 3.93 કરોડના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આંગડીયા પેઢીના ડ્રાઈવરે અજાણ્યા 7 લૂંટારૂ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મામલાની જાણ થતાં જ રેન્જ આઈજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી. એસપીના માર્ગદર્શન હેઠળ મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ અને પોલીસની અલગ અલગ ટીમો બનાવી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દરમ્યાન પોલીસને લૂંટારૂઓનું એક વાહન લૂંટના સ્થળેથી થોડે દૂર એક હોટલ પાસેથી મળી આવ્યું હતુ. હાલ પોલીસે રાજકોટની પાર્સલ ઓફિસથી શરૂ કરી હાઇવે સુધી એમ તમામ સ્થળોએ સીસીટીવી ચેક કરી તપાસ આરંભી છે.

રાજકોટ ઓફિસના CCTVની પણ ચકાસણી

આ ઘટનામાં રાજકોટમાં પણ પોલીસે પાર્સલ ઓફિસના સીસીટીવીની ચકાસણી કરી હતી. ન્યુ એર સર્વિસના માલિક તેમજ કર્મચારીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ હતી. બીજી તરફ સિલ્વર એસોસિએશનના પ્રમુખ પણ ન્યૂઝ એર સર્વિસની ઓફિસ પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે જે લૂંટ થઈ છે તેમાં અલગ અલગ વેપારીઓનો માલ હતો અને અમને સરકાર તેમજ પોલીસ પર વિશ્વાસ છે કે અમારો માલ પરત આવી જશે.

Next Article