SURENDRANAGAR : વઢવાણના ફુલગ્રામમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું, બાળકની તબિયત લથડતા રાજકોટ સિવિલ ખસેડાયું

|

Nov 06, 2021 | 8:12 AM

બાળકનો રડવાનો અવાજ સંભળાતા આસપાસના સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, નવજાત બાળકને 108 એબ્લ્યુલન્સની ટીમ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

SURENDRANAGAR : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં નવજાત બાળકને તરછોડવાનો કિસ્સો સામે આવ્યો છે.ફુલગ્રામના સાંઈબાબા મંદિર નજીક તાજુ જન્મેલું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું, બાળકનો રડવાનો અવાજ સંભળાતા આસપાસના સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, નવજાત બાળકને 108 એબ્લ્યુલન્સની ટીમ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, હાલ આ બાળક સારવાર હેઠળ હતું, જ્યાં બાળકની તબિયત લથડતા પોલીસે સારવાર માટે રાજકોટ ખસેડ્યુ છે. પોલીસે બાળકના માતા-પિતા કોણ છે તે શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

બાળક ત્યજી દેવાની ઘટના સમાજ માટે ચિંતાનું કારણ બની છે. આમદાવાદ શહેરમાં બાળકો મળી આવવા તે આમ ઘટના બની રહી છે. દિવાળીના દિવસે અમદાવાદમાં વધુ એક બાળક મળી આવતા અમદાવાદ શહેરમાં 15 દિવસમાં 3 બાળકો મળી આવવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં બાળકો મળી આવવાની ઘટના વધી રહી છે અને તેનું તાજું ઉદાહરણ છે. શહેરમાં 15 દિવસમાં મળી આવેલ 3 બાળકો મળી આવ્યાં છે, જેણે માતા પિતા અને બાળક વચ્ચેના સબંધને શર્મશાર કર્યા છે.

અમદાવાદમાં દિવાળીના દિવસે એક બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે AMTS બસ સ્ટેન્ડ પરથી મળી આવી. રાત્રે 12 વાગ્યે સ્થાનિકને બાળક રડવાનો અવાજ આવતા તપાસ કરતા મામલો સામે આવ્યો. જે બાદ સ્થાનિક પોલીસને સમગ્ર મામલે જાણ કરાતા કૃષ્ણનગર પોલીસે બાળકીના વાલી-વારસની શોધખોળ હાથ ધરી હતી.. જોકે જ્યાંથી બાળકી મળી આવી ત્યાં CCTV નહિ હોવાથી અને જે CCTV છે બંધ હોવાથી પોલીસે સ્થાનિકોની પૂછપરછ શરૂ કરી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : ભૂજમાં હત્યા : નવા વર્ષના પ્રથમ દિવસે જ માનકુવા ગામમાં અંગત અદાવતમાં યુવાનની કરપીણ હત્યા

Next Video