Surendranagar : ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર

Surendranagar : ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર

| Edited By: | Updated on: Aug 30, 2021 | 7:31 PM

ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાં માટે મોટી સંખ્યામાં  માનવમેદની ઊમટી પડતા શ્રધ્ધાળુઓ માટે ડુંગર ચડવા માટે પગથિયા પણ  ઓછા પડ્યા હતા

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાથી ડુંગરનો ગેટ બંધ કરવાની ફરજ પડી હતી.

ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાં માટે મોટી સંખ્યામાં  માનવમેદની ઊમટી પડતા શ્રધ્ધાળુઓ માટે ડુંગર ચડવા માટે પગથિયા પણ  ઓછા પડ્યા હતા. જેના લીધે  લોકો આડેધડ ડુંગર ચડવા માંડ્યા હતા. જેમાં  દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, હાઇવે પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવાં મળી રહ્યા છે. તેમજ લોકો એટલા ઉમટી પડ્યા કે ડુંગર પર ચડવાની સીડી પર જગ્યા ન હતી.

તેમજ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ડુંગરનો ગેટ બંધ કરવો પડ્યો. તો લોકો ડુંગર પર આડેધડ ચડી મંદિર સુધી પહોંચવા લાગ્યા હતા.  ચિંતાજનક વાત એ છે કે ચોટીલામાં જનસૈલાબ તો ઉમટ્યું છે જેમાંથી કોઈએ માસ્ક નથી પહેર્યું.નથી કોઈ સોશિયલ ડિસ્ટન્સ. તેમજ   શ્રધ્ધાળુઓ જાણે  કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેમ નજરે પડ્યાં હતા.

આ પણ વાંચો : Jyotish Prediction: સપનામાં જો દેખાય જાય આ ચાર વસ્તુ તો, સમજી લો ઝડપથી ભરાવાની છે તમારી તિજોરી, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

આ પણ વાંચો :  DEVBHUMI DWARKA : દર વર્ષે જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિર પર કોની ધજા ચડે છે ? જાણો અહીં

Published on: Aug 30, 2021 07:12 PM