વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કમર કસી લીધી છે. જે અંતર્ગત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સુરેન્દ્રનગરમાં (Surendranagar) કેજરીવાલ સંવાદ કાર્યક્રમ કરવાના છે. સુરેન્દ્રનગરમાં તેઓ સરપંચ, પ્રબુદ્ધ નાગરીકો, વેપારીઓ સાથે સંવાદ કરશે. તો સાંજે સુરતમાં પણ કેટલાક કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ હાજરી આપવાના છે. સોરઠિયા પર થયેલા હુમલાના સ્થળે ‘આપ કા રાજા’ ગણપતિ મંડપમાં હાજરી આપશે. તેઓ સાંજે 6 કલાકે સુરતમાં આપના રાજા ગણેશ ગણેશોત્સવમાં મહા આરતી કરશે. આ સાથે તેઓ સભાને પણ સંબોધે તેવી શક્યતા છે ત્યારે કેજરીવાલની મુલાકાત આપનું શક્તિ પ્રદર્શન બની રહેશે.
શુક્રવારે ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના વડા અરવિંદ કેજરીવાલે દ્વારકામાં એનડીએચ હાઇસ્કૂલમાં જનસભા સંબોધન દરમિયાન રોજગારીની ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે 10 લાખ સરકારી નોકરી તૈયાર કરવાનું વચન આપ્યુ છે. એટલુ જ નહીં અરવિંદ કેજરીવાલે એક જ વર્ષમાં તમામ ભરતી કરવાની ગેરંટી આપી છે. જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યા સુધી રોજગારી ભથ્થુ આપીશુ.
તો બીજી તરફ બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં જનસભા યોજી સંબોધન કર્યું. પોતાને ભગવાન કૃષ્ણના આશીર્વાદ હોવાનું કહીને કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા અને મફત યોજના માટે પોતાને વરદાન હોવાનું પણ કહ્યું. તો કૃષ્ણની ધરતી પરથી ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં પાછી પાની ન કરતા કેજરીવાલે આડકતરી રીતે ભાજપને કૌરવો સાથે સરખામણી કરી દીધી. તેમણે કહ્યું, જો ભાજપ પાસે સીબીઆઈ-ઈડી છે, તો અમારી સાથે ભગવાન કૃષ્ણ છે.
અત્યાર સુધી યુવાઓ અને વેપારીઓને ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે ખેડૂતો માટે જાહેરાત કરી છે. તેમણે પોતાની સરકાર આવે તો ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી, નવસેરથી જમીન રિ-સર્વેની કામગીરીનો વાયદો કર્યો ઉપરાંત ટેકાના ભાવે પાકોની ખરીદીની પણ ગેરંટી આપવાની વાત કરી. તો પોરબંદરમાં કેજરીવાલે માછીમારોને રિઝવવાનો પ્રયાસ કર્યો અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) પણ તાબડતોબ ગુજરાતની વારંવારની મુલાકાતે આવી રહ્યા છે અને એક બાદ એક શહેરોની મુલાકાત પણ કરી રહ્યા છે. આ જ સિલસિલામાં આમ આદમી પાર્ટી(AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરીથી ગુજરાત (Gujarat) પ્રવાસે છે. હવે આજે અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરમાં (Surendra nagar) સરપંચ સંમેલનમાં હાજરી આપશે, આ સંમેલનમાં મોટી સંખ્યામાં સરંપચ અને કાર્યકરો હાજર રહેશે. ગુજરાતમાં તેઓ વધુ એકવાર ગેરંટી આપશે.
Published On - 10:33 am, Sat, 3 September 22