SURENDRANAGAR : ચોટીલા-મૂળી હાઇવે પર ઓયલ ટેન્કર પલટ્યું, ગ્રામજનોએ ઓયલ ભરવા પડાપડી કરી

|

Jul 30, 2021 | 1:21 PM

ઓઈલનું ટેન્કર ઢેઢુકી ગામ નજીક પલટી ગયું હતું જેનો મેસેજ વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. જેને કારણે આસપાસના ગ્રામજનો જે વાસણ મળ્યું તે હાથમાં લઈને અકસ્માતની જગ્યાએ ઓઇલ લેવા પહોંચી ગયા હતા.

SURENDRANAGAR : ચોટીલા-મૂળી હાઇવે પર  ઓયલ ટેન્કર પલટ્યું, ગ્રામજનોએ ઓયલ ભરવા પડાપડી કરી
SURENDRANAGAR : Oil tanker overturns on Chotila-Muli highway

Follow us on

SURENDRANAGAR : ચોટીલા-મૂળી હાઇવે પર ખાનગી કંપનીનું ટેન્કર લઈને જતા ટેન્કરને અકસ્માત નળ્યો હતો જેને કારણે ટેન્કર પલટી ખાઈ ગયું હતું. પલટેલા ખાધેલા ટેન્કરમાંથી ઓઇલ રોડ પર ઢોળાઈ ગયું હતું જેને લેવા માટે આસપાસના ગ્રામજનોએ રીતસરની પડાપડી કરી હતી.

ઓઈલનું ટેન્કર ઢેઢુકી ગામ નજીક પલટી ગયું હતું જેનો મેસેજ વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. જેને કારણે આસપાસના ગ્રામજનો જે વાસણ મળ્યું તે હાથમાં લઈને અકસ્માતની જગ્યાએ ઓઇલ લેવા પહોંચી ગયા હતા. રસ્તા પર ઢોળાયેલ ઓઇલ તેમજ ટેન્કરમાંથી લીક થતું ઓઇલ લેવા માટે ગ્રામજનોએ રીતસરની પડાપડી કરી હતી. ટ્રક ચાલક દ્વારા ગ્રામજનોને ઓઇલ ન લેવા માટે રજુઆત કરી પરંતુ મોટી સંખ્યામાં ગ્રામજનો હોવાને કારણે કોઈએ ટેન્કર ચાલકની વાત માન્યા વિના જેટલું ઓઇલ મળ્યું તેટલું લઈને ચાલતી પકડી.

આખરે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની જગ્યાને કોર્ડન કરી પરિસ્થિતિને કાબુમાં લીધી અને ગ્રામજનોએ ઘટનાસ્થળથી દુર કર્યા હતા અને ટેન્કર ચાલકને પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ જામેલો છે જેને કારણે ટેન્કર રોડની સાઈડથી નીચે ઉતરી ગયું હતું અને પલટી ખાઈ ગયું હતું, જેને કારણે ઓઇલથી ખચોખચ ભરેલા ટેન્કરમાંથી ઓઈલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : Gujarat Board Class 12 Result : આવતીકાલે ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8 કલાકે પરિણામ જાહેર કરાશે

આ પણ વાંચો : GANDHINAGAR : સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી, દર્દીને આપેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી

Next Article