Gujarat Board Class 12 Result : આવતીકાલે ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8 કલાકે પરિણામ જાહેર કરાશે

Gujarat Board Result : નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર આવતીકાલે 31-07-2021 ના રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 12:58 PM

Gujarat Board Class 12 Result : આવતીકાલે ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, સવારે 8 કલાકે પરિણામ જાહેર થશે, શાળાઓ ઓનલાઈન પરિણામ જોઈ શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે ધોરણ-12 સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ -2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ્દ કરીને શિક્ષણ વિભાગના તા.19-06-2021 ના ઠરાવ ક્રમાંક : મશબ / 1221 / 741 / 6 થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી.

સદર ઠરાવ અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે.

નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર આવતીકાલે 31-07-2021 ના રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ કરી જોઇ શકશે તથા પ્રિન્ટ કાઢી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના ગુણપત્રકની નકલ આપી તેમના પરિણામની જાણ કરવાની રહેશે.

આ પણ વાંચો : GANDHINAGAR : સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી, દર્દીને આપેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી

આ પણ વાંચો : AHMEDABAD : ગુજરાત સ્ટેટ પોલીસ વેલફેર હોસ્પિટલમાં 20 ICU બેડ સાથે જનરલ વોર્ડ ઉભો કરાશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">