તાપી નદીમાં મરવા પડેલા યુવકનું તેના મિત્ર અને ફાયર બ્રિગેડે જીવ જોખમમાં મુકી કર્યુ રેસક્યુ- જુઓ દિલધડક વીડિયો

|

Dec 04, 2023 | 8:59 PM

સુરત: કાપોદ્રા નજીક વીઆઈપી સર્કલ તરફ તાપી નદીના બ્રિજ પરથી યુવકે નદીમાં પડતુ મુકી આત્મહત્યાની કોશિષ કરનાર યુવકનો ત્યાં હાજર મિત્રએ પગ પકડી લીધો અને ત્યારબાદ ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ યુવકનું રેસક્યુ કર્યુ. ફાયર બ્રિગેડે ખુદનો જીવ જોખમમાં મુકી યુવકને અધવચ્ચેથી જ નદીમાં પડતો બચાવી લીધો હતો.

એક તરફથી જિંદગીથી હારેલો યુવક અને બીજી તરફ જિંદગી બચાવવા માટે જીવ જોખમમાં મુકી દેનારા ફાયર બ્રિગેડના જવાનો. ઘટના સુરતની છે. જ્યા એક યુવકે આત્મહત્યા કરવાના ઈરાદે તાપી નદીના બ્રિજ પરથી નદીમાં પડતુ મુકવાનો પ્રયાસ કર્યો. જો કે એ જ સમયે ત્યાં હાજર તેના મિત્રએ તેનો પગ પકડી લીધો અને મરવી પડેલો યુવક અધવચ્ચે લટકી રહ્યો. આંખો ફાટીને રહી જાય અને ધબકારો ચુકી જવાય એવી આ ઘટનામાં આખરે ફાયર બ્રિગેડની એન્ટ્રી થઈ અને મિત્રના સહારે ઉંધા લટકી રહેલા યુવકને બચાવવાના પ્રયાસ શરૂ થયા.

અધવચ્ચે લટકી રહેલા યુવકને બચાવવા શરૂ થઈ મથામણ

ફાયર બ્રિગેડે યુવકને ઉપર લાવવા ઘણી મથામણ કરી પરંતુ કોઈ પ્રકારે યુવકને ઉપર ખેંચી શકવામાં તેઓ નિષ્ફળ રહ્યા તો આખરે ફાયરની ટીમે એક માર્શલને સેફ્ટી દોરડુ બાંધી નીચે ઉતાર્યો. જેમા માર્શલના જીવનું પણ જોખમ કંઈ ઓછુ ન હતુ. છતા પોતાના જીવની પણ પરવા કર્યા વિના અને સમય બગાડ્યા વિના માર્શલ દોરડુ બાંધી નીચે ઉતર્યો અને અને ભારે જહેમત અને કલાકોની મથામણ બાદ યુવકને સહીસલામત ઉપર લેવામાં સફળતા મળી.

આ પણ વાંચો: લો બોલો! મોરબીમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ધમધમતુ હતુ અને તંત્રને જાણ સુદ્ધા ન હતી, મીડિયાએ ભાંડો ફોડતા તંત્રએ પાંચ લોકો સામે નોંધી ફરિયાદ- વીડિયો

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

યુવકના મિત્રની સમયસૂચક્તા અને ફાયર બ્રિગેડની સરાહનિય કામગીરીથી બચી એક જિંદગી

ઘટનાની જાણ થતા જ પોલીસ પણ બનાવ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે જે યુવકનું રેસ્ક્યુ કર્યુ તેનો કબજો પોલીસને સોંપ્યો. પોલીસ યુવકને કાપોદ્રા પોલીસ મથકમાં લાવી આગળની તપાસ હાથ ધરી. સમગ્ર ઘટનામાં જો યુવકના મિત્રએ સમયસૂચક્તા ન દાખવી હોત અને ફાયર બ્રિગેડ સમયસર પહોંચી હોત તો યુવકનો જીવ પણ જઈ શક્તો હતો. ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી સરાહનીય કામગીરી બજાવી હતી જેના કારણે યુવકનો જીવ બચી ગયો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article