સુરતમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનના હુમલાના અનેક કેસ સામે આવી રહ્યા છે. શ્વાનના કરડવાના અનેક બનાવો બને છે. જો કે આ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરતમાં શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને અન્ય લોકો દ્વારા ધક્કે ચઢાવવામાં આવ્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. એટલુ જ નહીં શ્વાનના બચ્ચાને પણ કેટલાક લોકોએ દંડાથી ફટકાર્યો હતો.
આ પણ વાંચો-મહાઠગ કિરણ પટેલ સામે શ્રીનગર કોર્ટે આપ્યા પ્રાથમિક તપાસના આદેશ, જુઓ Video
Woman , her son feeding stray dogs mobbed by locals in #Surat . #Gujarat pic.twitter.com/ReoqjKWSbP
— Tv9 Gujarati (@tv9gujarati) April 4, 2023
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં શ્વાનના એક બચ્ચાની માતા મૃત્યુ પામી હતી. જેથી જીવદયા પ્રેમી માતા-પુત્ર દ્વારા આ શ્વાનને ખોરાક આપવામાં આવી રહ્યો હતો. જો કે સુરતમાં વારંવાર શ્વાન કરડવાની ઘટનાને લઇને લોકોમાં પહેલાથી જ રોષ ભભૂકેલો હતો. જેથી રખડતા શ્વાનને લઇને લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા. તેવામાં મહિલા અને તેના પુત્ર દ્વારા શ્વાનને ખોરાક ખવડાવતા જોઇ લોકોએ માતા-પુત્રને ધક્કે ચઢાવ્યા હતા.
એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ મહિલા અને તેના પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. સામાન્ય બોલા ચાલી બાદ માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. શ્વાનના બચ્ચાઓની માતા મૃત્યુ પામી હોવાથી આ મહિલા અને તેનો પુત્ર શ્વાનના બચ્ચાનું ધ્યાન રાખી રહ્યા હતા. જો કે લોકોએ આ બંને માતા-પુત્ર સાથે બોલાચાલી કરી હતી. એટલુ જ નહીં લોકોએ શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકાર્યો હતો.
મહત્વનું છે કે સુરતમાં 40 દિવસમાં રખડતા શ્વાને ત્રણ બાળકો પર હુમલો કર્યો છે. જે પૈકી બેના મોત થયા છે. બીજી તરફ પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો થયો છે. ત્રણ-ચાર દિવસ પહેલા જ અલથાણ ગામમાં રખડતાં બે શ્વાને પાંચ વરસની બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને કરેલા જીવલેણ હુમલાથી બાળકીનો જીવ જોખમમાં આવી ગયો હતો. હદ તો ત્યાં છે કે આ ઘટના અંગે 28 તારીખના રોજ ઓનલાઈન ફરિયાદ થઈ હોવા છતાં મનપાનું તંત્ર અહીં ફરક્યું સુધ્ધાં નહોતુ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…