Surat : ઘરની સફાઇ કરવા દરમિયાન મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઇ, જુઓ મોતનો Live Video

|

Feb 14, 2023 | 2:03 PM

Surat news : ભારતીબેન નીચે પટકાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. જો કે ત્યાં ડોક્ટર હોય તેમને મૃત જાહેર કર્યા હતા.

Surat : ઘરની સફાઇ કરવા દરમિયાન મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઇ, જુઓ મોતનો Live Video
ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત

Follow us on

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી મહિલા ઘર કામ દરમિયાન અકસ્માતનો ભોગ બની છે. આ મહિલા ઘરની સફાઇ કરવા જતા નીચે પટકાઈ હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાં ત્રીજા માળે ગેલેરીમાંથી મહિલા નીચે પટકાઈ છે. જેને લઇ મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રીજા માળેથી મહિલા પટકાઈ

સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડીંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ફ્લેટના ત્રીજા માળેથી એક મહિલા અચાનક નીચે પટકાઈ છે. અંદાજે 35 થી 40 વર્ષના મહિલા ભારતીબેન પટેલ બાલ્કનીમાંથી અચાનક નીચે પટકાયા હતા. ત્રીજા માળેથી પટકાતા ભારતીબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

સાફ-સફાઈ કરવા જતા મહિલા પટકાઈ

ઘટના અંગે ડીંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે તપાસમાં અંગે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી સવારે ભારતીબેન ફ્લેટમાં બાલકનીમાં સાફ-સફાઈ કરતા હતા. આ દરમિયાન બહારની તરફ સાફ-સફાઈ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા.

ભારતીબેન નીચે પટકાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. જો કે ત્યાં ડોક્ટર હોય તેમને મૃત જાહેર કર્યા હતા. આકસ્મિક ઘટના બની ભારતીબેનનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે ઘટના અંગે પરિવારનો સંપર્ક કરી પૂછવામાં આવતા તેમણે આ અંગે કંઈ જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા નગર ફ્લેટ નં M/2-304 ની બાલ્કની માંથી મહિલા નીચે પાર્કિંગમાં પટકાઈ હતી. બાલ્કનીમાં સાફ-સફાઈ કરતા કરતા અચાનક તે નીચે પટકાઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટના ફ્લેટના પાર્કિંગમાં લગાવવામાં આવેલા સીસીટીમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં મહિલા અચાનક નીચે પટકાઈ હોવાનું જોવા મળે છે. આ ઘટના બનતા સોસાયટીના તમામ લોકો ભેગા થઈ ગયા હતા.

પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટના અંગે ડીંડોલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થની તપાસ કરી હતી. ત્રીજા માળેથી પટકાઈને મોતને ભેટનાર ભારતીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો.ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Article