2.75 લાખ કયુસેક પાણીની આવકથી ઉકાઈ ડેમના 7 ગેટ ખોલી પાણી છોડાયું , તાપી નદીકાંઠા અને સુરતના વિસ્તારોને એલર્ટ કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં 2,75,787 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેને કારણે ઉકાઈ ડેમના સાત ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
TAPI : તાપી જિલ્લાના ઉકાઈ ડેમાંમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં 2,75,787 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેને કારણે ઉકાઈ ડેમના સાત ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે સાવચેતીને ધ્યાનમાં રાખીને તાપી નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉકાઈ ડેમની હાલની જળસપાટી 341.45 ફૂટ છે જયારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. એટલે કે ઉકાઈ ડેમનું જળસ્તર તેની ભયજનક સપાટી નજીક છે.
ઉકાઇના ઉપરવાસમાં પણ જે રીતે વરસાદ વધ્યો છે તેને લઈને ડેમમાંથી 2.75 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હાલ તાપી નદી બંને કાંઠે વહી રહી છે. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડ્યો છે. ઉકાઇના ઉપરવાસમાં આવેલા ત્રણ ડેમમાંથી 3,70,000 ક્યુસેક જેટલું પાણી આવ્યું છે. જેથી ઉકાઈ ઓથોરિટી દ્વારા 2.75 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરત જિલ્લા કલેકટર આશિષ ઓકના જણાવ્યા પ્રમાણે હાલ સુરત માટે કોઈ ચિંતાનું કારણ નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી 3 લાખ ક્યુસેક આઉટફ્લો નહીં થાય ત્યાં સુધી કોઈ ચિંતા નહીં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. છતાં આગોતરા પગલાંના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. તાપીમાં પાણી વધતા હનુમાન ટેકરી પાસે ફ્લડ ગેટ બંધ પણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : તો ગુજરાતમાં પણ બનશે તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર, જાણો ક્યાં બિરાજશે ભગવાન વેંકટેશ્વર
આ પણ વાંચો : 65 કિમીની ઝડપે પવન ફૂંકવાની શક્યતા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે દરિયાકાંઠાના તમામ જિલ્લાને એલર્ટ કર્યા