Surat : સવારે ઘરઘાટી તરીકે કામ શરુ કર્યુ, બપોરે ઘર માલિકના ઘરેણા ચોરી 2 મહિલાઓ ફરાર થઇ ગઇ, જુઓ LIVE VIDEO

સુરતના (Surat) વેસુ આવેલી એક સોસાયટીની અંદર ઘર કામ માટે રાખેલી એક મહિલા પોતાની સાથે બીજી મહિલા સાથે મળી ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના લઈ બપોરના સમયે ઘરમાં હાથસાફ કરી ગઇ હતા.

Surat : સવારે ઘરઘાટી તરીકે કામ શરુ કર્યુ, બપોરે ઘર માલિકના ઘરેણા ચોરી 2 મહિલાઓ ફરાર થઇ ગઇ, જુઓ LIVE VIDEO
| Edited By: | Updated on: Feb 25, 2023 | 12:51 PM

સુરતના ઘરઘાટી તરીકે કામ કરીને ચોરી કરવાના બનાવોમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક આવી ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં શુક્રવારે સવારે નોકરી લાગેલી બે યુવતીઓ કલાકોમાં જ નિવૃત મામલતદારનું ઘર સાફ કરી ગઇ હતી. ઘટનાને લઈ વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતમાં આ એક બનાવ સામે આવ્યો હોય તેવું નથી. સુરતમાં આવા નોકર ચોરીના કિસ્સાઓ અગાઉ પણ અનેક વાર સામે આવ્યા છે.

ઘરઘાટી મહિલાઓ જ ચોર !

સુરતના વેસુ આવેલી એક સોસાયટીની અંદર ઘર કામ માટે રાખેલી એક મહિલા પોતાની સાથે બીજી મહિલા સાથે મળી ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના લઈ બપોરના સમયે ઘરમાં હાથસાફ કરી ગઇ હતા. ઘર માલિકને આ અંગેની જાણ થતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જે પછી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વેસુ ગામ સ્થિત વ્રજ બંગ્લોમાં દોડી ગયા હતા. પોલીસે આજુબાજુના સીસીટીવી ચેક કર્યા હતા. પોલીસને સીસીટીવી કેમેરામાં આ બંને મહિલાઓ ચોરી બાદ શરીર ઉપર સાલ લપેટીને જતી જોવા મળી હતી.

ઉતાવળે કામવાળી રાખવાની ભૂલ ભારે પડી

પોલીસના જણાવ્યા પ્રમાણે મામલતદાર તરીકે નિવૃત થયા બાદ વકીલાત કરતાં વી.એન. પટેલના ઘરે શુક્રવાર 24 ફેબ્રુઆરીની સવારે બે મહિલાઓ કામ માગવા આવી હતી. કામવાળીની જરૂરિયાત હોવાથી તેમણે બંનેને ત્યારથી જ નોકરીએ રાખી લીધા હતા. જોકે પુરતાં વેરિફીશન વિના ઉતાવળે કામવાળી રાખવાની ભૂલ તેમનેભારે પડી હતી.

સવા કલાકમાં જ ઘરમાં સફાયો

માત્ર સવા કલાક જ બંને કામવાળીઓ કબાટમાંથી કિંમતી ઘરેણાં ચોરી કરી પલાયન થઇ ગઇ હતી. તપાસ કરતા ઘરમાંથી 7.80 લાખના દાગીના ચોરી થયાની વિગતો બહાર આવી હતી. હાલમાં તો સ્થાનિક પોલીસ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બંને ઘરઘાટી ચોર મહિલાને પકડી પાડવા માટે ટિમો કામે લાગી છે.