સુરતમાં BRTS બસની અડફેટે 2નાં મોતની આશંકા, 8 બાઈક, રીક્ષા અને રાહદારીઓને અડફેટે લીધા

|

Dec 23, 2023 | 8:08 PM

સુરતના કતારગામના ગજેરા સર્કલ પાસે BRTS બસે અકસ્માત સર્જ્યો છે. BRTS બસે 8 જેટલા બાઈક સહિત લોકોને અડફેટે લીધા છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતની ઘટનાને લઈ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો છે. ઘટનાને પગલે પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે.

સુરતમાં BRTS બસની અડફેટે 2નાં મોતની આશંકા, 8 બાઈક, રીક્ષા અને રાહદારીઓને અડફેટે લીધા
8 વાહનોને અડફેટે લીધા

Follow us on

સુરતમાં BRTS બસે લોકોને અડફેટે લીધા છે. BRTS બસે કતારગામના ગજેરા સર્કલ પાસે આ અકસ્માત સર્જતા 8 જેટલા બાઈકને અડફેટે લીધા છે. આ ઉપરાંત લોકોને પણ બસે અડફેટે લેતા 2 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. બંને લોકોએ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાને લઈ પ્રાથમિક વિગતો મેળવવા અને તપાસ કાર્યવાહી શરુ કરી છે.

અકસ્માતની ઘટનામાં અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી છે. જેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં ગંભીર લોકોને ત્વરીત સારવાર હાથ ધરાઈ છે. જ્યારે અન્ય કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

 

સ્થળ પર પહોંચ્યો પોલીસ કાફલો

ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફળો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ  રોષે ભરાવાને લઈ પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાવાના  પ્રાથમિક કારણને જાણવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈલેક્ટ્રિક બસના ચાલકે કેવા સંજોગોમાં અકસ્માત સર્જ્યો એ અંગે તપાસ શરુ કરી હતી. જેમાં પ્રાથમિક રીતે જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવા સાથે બસની ઝડપ પણ એકા એક વધી હોય કે પહેલાથી જ વધારે હતી એવા તમામ સવાલો સાથે તપાસ કાર્યવાહી શરુ કરી છે.

ભીડ ભાડ ભર્યા વિસ્તારમાં અકસ્માતની ઘટનાને પગલે મોટી ઘટના સર્જાઈ હતી. બીજી તરફ અકસ્માતને પગલે બ્રિજ પર પણ ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામ થવાને લઈ પોલીસના કાફલા ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. અગાઉ પણ આવી જ ઘટનાઓ સુરતમાં ઘટતી હોવાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. સુરતમાં અકસ્માતના વધતા પ્રમાણને લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની માંગ વર્તાઈ રહી છે.

આ પણ વાંચોઃ  પ્રસુતિ વેળા માતા-બાળકના જોખમ ઘટાડવા ગુજરાતના 650 તબિબોએ યોજી કોન્ફરન્સ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:57 pm, Sat, 23 December 23

Next Article