સુરતમાં સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 2 બાળક ડૂબી ગયાં હોવાની વાત બાદ પોલીસ અને ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતાં ફાયરે શોધખોળ હાથ ધરી હતા. ઘટનાના 10 કલાક બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગે પાણીમાં ગરકાવ થયેલા મૃતદેહને બહાર કાઢ્યા છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાળકો 12, 13 અને 14 વર્ષનાં હોવાનું હાલ સામે આવ્યું છે. બાળકોનાં પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યાં હતાં. ઘટનાને 10 કલાક વીતી ગયા બાદ બાળકોની શોધ થઈ શકી હતી. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલાં કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવામાં આવી હતી. ઘટનાને લઈ પરિવારજનો શોકમાં ડૂબી ગયાં છે.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કાફલા સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી ગયા હતા અને સતત વહેલી સવારથી બાળકોના મૃતદેહને શોધવાની કામગીરી ચાલી રહી હતી. બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા બંને બાળકોના મોત થયા હોવાનું સામે આવતા જ પરિવાર શોકમાં ગરકાવ અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી.
બંને મિત્રો ગઈ કાલે રાત્રે જમવા ગયા બાદ ગુમ થતાં પરિવારે સાથે સ્થાનિક વિસ્તારના લોકોએ પણ બાળકોની શોધખોળ શરૂ કરી હતી ત્યારે ફરી એક વખત આ તળાવમાં નહાવા પડેલા બે બાળકોના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.
ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ મોડી રાતથી જ ઘટના સ્થળ પર હાજર હતી આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી બંને બાળકોના મૃતદેહને શોધવા માટે ફાયર વિભાગના અધિકારીઓ સતત શોધખોળ શરૂ કરી હતી જ્યારે બંને બાળકો ઉનની વિસ્તારના છે
બે બાળકો અજમેર સહિમ અંસારી અને પઠાણ આબિદ અમજદના મૃતદેહ મળી આવ્યા હતા. બાળકોના મૃતદેહ મળી આવતા જ પરિવાર પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સાથે સ્થાનિક લોકો અને આગેવાનો પણ દોડી ગયા હતા.
જોકે ફરી બાળકો સાથે આવી ઘટના ન બને તે માટેની કાર્યવાહી કરવા માટે સ્થાનિક લોકોએ માંગ કરી છે જ્યારે હાલ સમગ્ર વિસ્તાર બાળકોના મોતને લઈને શોકમાં ગરકાવ થઇ ગયું છે.પરંતુ મહત્વની વાત એ છે આવી રીતે તળાવ ખુલ્લા હોવા છતાં કોઈ સિક્યુરિટી ન હોવાથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યરે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તે પણ જરૂરી બન્યું છે.
આ પણ વાંચોઃ Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ
આ પણ વાંચોઃ Amreli: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
Published On - 2:47 pm, Wed, 23 February 22