Surat : કૃષ્ણ જન્મોત્સવને વધાવવા આ વખતે હિંચકાની સાથે ગાદીની પણ ભારે ડિમાન્ડ

|

Aug 06, 2021 | 11:25 AM

આ વખતે કૃષ્ણ જન્મને વધાવવા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે અને બજારમાં કૃષ્ણ ભગવાનને સજાવવા માટે વિવિધ પ્રકારના આભૂષણો પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને વ્હાલા કાન્હાને ઝૂલામાં બેસાડવા માટે અનેક પ્રકારની ગાદીઓ પણ ડિમાન્ડમાં છે.

Surat : કૃષ્ણ જન્મોત્સવને વધાવવા આ વખતે હિંચકાની સાથે ગાદીની પણ ભારે ડિમાન્ડ
કૃષ્ણ જન્મોત્સવ

Follow us on

સામાન્ય રીતે ઘરમાં કોઈનો જન્મદિવસ (Birthday) હોય તો તેની તૈયારીઓ પહેલાથી કરવામાં આવે છે. બર્થડેને સેલિબ્રેટ કરવા લોકો આગોતરું આયોજન કરતા હોય છે. તો પછી સૌના લાડલા કૃષ્ણ જન્મોત્સવને ઉજવવા કૃષ્ણ ભક્તો કેમ પાછળ રહે. કૃષ્ણ જન્મોત્સવ (Lord Krishna’s Birthday) એટલે કે જન્માષ્ટમીને ઉજવવાની તૈયારીઓ લોકોએ અત્યારથી જ શરૂ કરી દીધી છે.

જન્માષ્ટમી (Janmashtami) ના તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં કાન્હાને પારણે ઝુલાવવા ભક્તો તેમના વાઘાથી લઈને હીંચકાની ખરીદી કરી રહ્યા છે. જો કે આ વખતે બજારમાં કાન્હાના વાઘાની અલગ અલગ વેરાઈટીઝ સાથે તેમના માટે વિવિધ પ્રકારના હીંચકાઓ તો જોવા મળ્યા જ હતા. પરંતુ તેની સાથે આ વખતે ભગવાનની અલગ અલગ પ્રકારની ગાદીઓ એ આકર્ષણ જમાવ્યું હતું અને લોકોમાં આ ગાદીઓની ખરીદી વધુ જોવા મળી હતી. 500 થી લઈને 3,000 સુધીની ગાદી લોકોએ લીધી હતી.

જન્માષ્ટમીના તહેવારને લઈને બજારમાં હમેશા કંઈક નવીન આવતું જ રહે છે. પછી એ ભગવાનના વાઘા હોય કે હીંચકા. ગત વર્ષે લાઇટિંગ વાળા વાઘા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાથે જ વ્હાઇટ મેટલના હીંચકાઓની ડિમાન્ડ પણ જોવા મળી હતી. આ વખતે હીંચકાની સાથે ભગવાનની ગાદીની ડિમાન્ડ વધુ જોવા મળી હતી. આ ગાદી વિવિધ રીતે મોતી અને અન્ય વસ્તુઓથી શણગારેલી હોઈ છે. જેની કિંમત 500 થી લઈને 3,000 સુધી મળી રહે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજી તરફ દર વર્ષની જેમ કાન્હાના વાઘામાં લાઈટિંગ વાળા વાઘા જોવા મળ્યા હતા. મુકુટ અને વસ્ત્રોમાં રંગબેરંગી લાઇટિંગ જોવા મળી હતી. આ વાઘાની સાથે એવરગ્રીન જરદોષી વર્ક વાળા વાઘા પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. જો કે આ વખતે વાઘાની કિંમતમાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો ના હતો.

200 રૂપિયાથી લઈને 8000 સુધીના વાઘા લોકો કાન્હા માટે ખરીદતા જોવા મળ્યા હતા. સાથે જ હીંચકાઓમાં પણ 500 થી લઈને 40000 સુધીની કિંમતના હીંચકા જોવા મળ્યા હતા. જો કે આ બધામાં વ્હાઇટ મેટલ કે જે ક્યારેય કાળું નથી પડતું તેવા હીંચકાઓની ડિમાન્ડ વધુ જોવા મળી હતી.

આ પણ વાંચો :

Surat : ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશનની માર્કેટના કામદારોનું પોલીસ વેરીફિકેશન કરાવવા માલિકને સૂચના

SURAT : પોલીસ કબજામાં યુવકનું મોત, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ

Next Article