સુરત (Surat) માં છેલ્લા કેટલાક દિવસથી લગભગ રોજ હત્યાના બનાવ બની રહ્યા છે અને સુરત પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આજે સુરત પોલીસ કમિશનર (police commissioner)એ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવતી કામગિરીના વખાણ કર્યા છે. જોકે ગુનાખોરી ડામવાના ઉપાય તરીકે સાંજે 6થી 8 વાગ્યા સુધી અને પોલીસ અધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારોમાં સાંજે 8.30થી 10.30 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવાની સુચના અપાઈ હોવાનું જણાવ્યું છે.
સુરત શહેરમાં છેલ્લા પખવાડીયામાં બની રહેલા હત્યા સહિતના ગંભીર ગુનામાં શહેર પોલિસ અતિસંવેદનશીલ રહીને આવા ગુનાઓ અટકાવી શહેરીજનોને સુરક્ષા પુરી પાડી કાયદો વ્યવસ્થાની પરિસ્થિત જળવાઈ રહે તે માટે સતર્ક હોવાનું શહેર પોલીસ કમિશ્નરે જણાવ્યું હતુ.
સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે સુરત શહેરમાં છેલ્લા પખવાડીયામાં બની રહેલા હત્યા સહિતના બનાવો ચિંતાનો વિષય છે અને આ ગુનાખોરી અટકાવા માટે શહેર પોલીસ ખુબ જ સતર્કતાથી કામગીરી કરીને આવા ગુનાઓ અટકે તે માટે ખુબ જ સજાગ રહીને કામગીરી કરી રહી છે.
શહેરમાં વધતી ગુનાખોરી ડામવા માટે શહેર પોલીસ કમિશનર અજય તોમરે તમામ પોલીસ સ્ટેશનોમાં પીકઅપમાં સાંજે 6 થી 8 પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે. એટલું જ નહિ પોલીસ અધિકારીઓ પર પોતાના વિસ્તારોમાં રાત્રે 8.30 થી 10.30 સુધી પેટ્રોલિંગ કરશે.
તેમણે જણાવ્યું કે ગયા વખતે એટલે વર્ષ 2021માં ડિટેકશનની વાત કરીએ તો 85 ટકા ગુનાઓ ઉકેલી નાખ્યા છે. જેમાં હત્યા અને લૂંટના તમામ ગુનાઓ ઉકેલી નાખ્યા છે, એવી જ રીતે આ વર્ષની એટલે વર્ષ 2022ની વાત કરીએ તો જાન્યુઆરીમાં બે હત્યાના બનાવો બન્યા છે.
તેમણે કહ્યું કે આ ફેબ્રુઆરી (February) મહિનાના 17 દિવસમાં 11 હત્યા (murders ) ના બનાવો બન્યા છે. આ હત્યાના બનાવો પૈકી મોટેભાગના ગુનાઓ ડિટેકટ કરી લીધા છે. મોટેભાગે હત્યાના બનાવોમાં ફેમિલી પ્રોબ્લમ, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, આડાસંબધો અને પાડોશી સાથેના ઝઘડાઓમાં થતા હોય છે.
સૌથી વધારે ગુજ્સીટોકના કેસો પણ સુરત પોલીસે કર્યા છે. પોલીસ કમિશનર અજય તોમરે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત ડ્રગ્સના પણ ઘણા કેસો કર્યા છે. જેમાં હજુ આરોપીઓને જામીન મળી શકયા નથી.
ટૂંકમાં સુરત પોલીસે ગુનાખોરી ડામવા ખાસ્સી મહેનત કરી છે. બાકી અત્યારના જેટલા પણ હત્યાના બનાવો છે તેમાં મોટેભાગના બનાવો પારિવારીક ઝઘડાને કારણે બન્યા છે. શહેરમાં ચપ્પુ, લાકડા, કે બેઝબોલ લઈને ફરતા કેસોમાં સુરત પોલીસે વર્ષ 2021માં જીપીએકટના 5257 કેસો કર્યા અને આ વખતે વર્ષ 2022ના જાન્યુઆરીમાં 597 કેસો કર્યા હતા. જયારે આર્મ્સ એકટના 2021માં 34 કેસો અને વર્ષ 2022માં 4 કેસો કર્યા છે.
ખુદ પોલીસ કમિશનર પણ રાત્રીના સમયે પ્રાઇવેટ કારમાં ચેકિંગ કરવા માટે નીકળતા હોય છે. ગ્રીષ્મા હત્યા કેસ બાદ હવે પોલીસ દ્વારા શાળા,કોલેજ અને ટયુશન કલાસીસના સ્થળે પર વિશેષ વોચ ગોઠવવામાં આવશે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે, કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત
આ પણ વાંચોઃ ગુજરાતના CNG ડીલર્સ આજે નોંધાવશે વિરોધ, ડીલર માર્જિન વધારાની માંગ