આવું તો માત્ર સુરતમાં (Surat) જ થાય, સુરત મહાનગરપાલિકાના (SMC) તમામ કોર્પોરેટરોઓ, (Corporator)સાથી પદાધિકારીઓ, સુરત શહેર સંગઠનના પદાધિકારીઓ, શિક્ષણ સમિતિના સભ્યો સહિત સામૂહિક #TheKashmirFilesmovie નિહાળી.
હાલમાં બોલિવુડની કાશ્મીર ફાઈલ ફિલ્મની એક તરફ સોશિયલ મિડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. જેના કારણે શહેરના થિયેટરો અને મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ જોવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરત મહાનગર પાલિકાના ભાજપના તમામ કોર્પોરેટરો એકી સાથે મુવી જોવા માટે ગયા હતા. જ્યારે એક બાજુ લોકોમાં ધીરે ધીરે ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. રાજ્ય સરાકાર દ્વારા પણ આ ફિલ્મને કરમાં માફી આપવામાં આવી છે.
હાલમાં જે બોલિવુડની કાશ્મીર ફાઈલ ફિલ્મની માઉથ પબ્લિસિટી અને સોશિલય મીડિયા પરની ચર્ચાને કારણે આ ફિલ્મ જોવા માટે ચાહકોનો ખૂબ ધસારો થવા માંડ્યો હતો. જેથી થિયેટરના સંચાલકો દ્વારા શો વધારીને ડબલ કરી દેવામાં આવ્યા છે. છતાં પણ લોકોને ટિકિટ મળી નથી રહી. મુવીને લોકો વધુને વધુ જોવે અને લોકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ક્યાંક તો લોકો કારખાનાના તમામ કારીગરો કે ઓફિસના લોકો સાથે મુવી જોવા આવી રહ્યા છે.
ત્યારે આજે સુરત મહાનગર પાલિકાના જેટલા કોર્પોરેટરો છે તે લોકો એકી સાથે મળી મુવી જોઈ, જેમાં સુરતના મેયર હેમાલીબેન બોધાવાલા અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ હાજર રહ્યા હતા. આમ તો આ મુવી લોકોમાં સતત ઉત્સાહ વધારી રહ્યો છે. જેથી તેમાં પણ ગુજરાતમાં સૌથી વધુ મુવી કદાચ સુરતી લોકો જોવાનો રેકોર્ડ તોડે તો નવાઇ પણ નહીં. વધુમાં તો આ કોરોના પછી સૌથી વધારે રિસ્પોન્સ આ ફિલ્મમાં મળી રહ્યો છે. શનિ અને રવિવારના રોજ આ ફિલ્મનો રિસ્પોન્સ સૌથી સારો મળ્યો હતો. આ ફિલ્મના તમામ શો-હાફસ ફૂલ જઈ રહ્યા છે.કારણ કે લોકો પોતાની ફેમિલી સાથે પણ આ મુવી જોવા જઈ રહ્યા છે.
TheKashmirFiles કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત ફિલ્મ, મેં આજે જોઈ અને મને લાગે છે કે આ ફિલ્મ ભારતના દરેક નાગરીકે જોવી જોઈએ. મને એ વાતનો આનંદ છે કે ગુજરાતના માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરી છે.જેવું મેયર હેમાલીબેન દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Weather Alert: સમગ્ર દેશમાં આ વખતે પડશે વધારે ગરમી, ‘લૂ’ અંગે પણ એલર્ટ જાહેર, જાણો જુદા-જુદા રાજ્યોની સ્થિતિ
Published On - 7:44 pm, Mon, 14 March 22