Surat : બસ ડ્રાઈવરને રોંગ સાઈડમાં આવેલા ટ્રક ચાલકે અડફેટે લેતા મોત, પોલીસે કરી કાર્યવાહી

|

May 18, 2023 | 9:57 PM

બસના ડ્રાઈવર જીવણભાઈને બાથરૂમ લાગતા બસને મુંબઈથી અમદાવાદ જતા ને.હા. 48 ખાતે નવી પારડી ગામની હદમાં હોટેલ પાસે બસ ઉભી રાખી હતી. જ્યાં રોંગ સાઇડે આવેલા ટ્રકે ડ્રાઈવરને અડફેટે લેતા મોત થયું.

Surat : બસ ડ્રાઈવરને રોંગ સાઈડમાં આવેલા ટ્રક ચાલકે અડફેટે લેતા મોત, પોલીસે કરી કાર્યવાહી

Follow us on

સુરત જિલ્લાના નવી પારડી ગામની હદમાં સી ફૂડ હોટેલ પાસે બસના ડ્રાઈવરના એક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. બસ ચાલક બાથરૂમ જઈને પરત બસમાં ચડી રહ્યો હતો આ દરમ્યાન એક ટ્રક ચાલકે તેની ટ્રક રોંગ સાઈડે પુરપાટ ઝડપે હંકારી ડ્રાઈવરને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોધાયો છે જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભોગ બનનાર છેલ્લા દોઢ વર્ષથી બસમાં ડ્રાઈવિંગ તરીકે કામ કરતા હતા

મળતી માહિતી મુજબ રાજસ્થાનના ભીલવાડા જીલ્લાના વતની પવનકુમાર ભેરુલાલ વૈષ્ણવ પરિવાર સાથે રહે છે અને રાજસ્થાનની ટ્રાવેલ્સ બસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી બસમાં ડ્રાઈવિંગ તરીકે કામ કરતાં હોવાનું સામે આવ્યું છે. જે દરમ્યાન તેઓની સાથે રાજસ્થાનના વતની જીવણભાઈ રામચંદ્ર વૈષ્ણવ સાત દિવસથી સેકન્ડ ડ્રાઈવર તરીકે નોકરી પર લાગ્યા હતા.

હોટેલ પાસે બસ ઉભી રાખી હતી બસ

ગતરોજ તેઓ સુરતના સરદાર માર્કેટ ખાતેથી પેસેન્જરો ભરીને રાજસ્થાન ભીલવાડા જવા નીકળ્યા હતા. આ દરમ્યાન સેકેંડ ડ્રાઈવર જીવણભાઈને બાથરૂમ લાગતા બસને મુંબઈથી અમદાવાદ જતા ને.હા. 48 ખાતે નવી પારડી ગામની હદમાં સી ફૂડ હોટેલ પાસે બસ ઉભી રાખી હતી. દરમ્યાન જીવણભાઈ બાથરૂમ જઈને ફરી બસમાં ચડવા જતા હતા ત્યારે એક ટ્રક ચાલકે તેની ટ્રક રોંગ સાઈડે પુરપાટ ઝડપે હંકારી જીવણભાઈને અડફેટે લીધા હતા. જેમાં જીવણભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી. અને ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો : GST કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દુબઈ ભાગી છૂટે તે પહેલા ઝડપાયો, ઇકોસેલ ટીમે તેને મુંબઈ એરપોર્ટથી ઝડપ્યો

બીજી તરફ અન્ય ડ્રાઈવર પવનકુમારે તાત્કાલિક બનાવની જાણ 108 ને કરી હતી જેથી 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી પરંતુ ત્યાં સુધીમાં જીવણભાઈનું મોત થયું હતું. આ ઘટના અંગે પવનભાઈએ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આવા અનેક બનાવો સુરત જીલ્લામાં બનતા આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ આ અંગે સતર્કતા થી તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article