સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ નવું પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી જાહેરાત

|

Jan 07, 2023 | 4:02 PM

Surat News : આ આયોજનમાં ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂત તેમની સાથે જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય ટેક્સટાઇલ તથા રેલવે મંત્રી દર્શનાબેન જારદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ નવું પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કરી જાહેરાત
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી

Follow us on

સુરતમાં આજરોજ ઈન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સીટેક્ષ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂત તેમની સાથે જ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય ટેક્સટાઇલ તથા રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં થતા ફ્રોડને અટકાવવા માટે નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે.

‘ટેક્સટાઇલ પોલીસ સ્ટેશનનું બજેટમાં પ્રાવધાન’

આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, સુરત શહેરના લોકોએ જ્યારે આટલું બધું આપ્યું હોય ત્યારે દર્શનાબેન, બળવંતસિંહ અને સી.આર. પાટીલ એવા બધા જ લોકોનું કહેવાનું છે કે, તમામ ઉદ્યોગોને સુરક્ષાની બાબતે અને જ્યારે ફાઇનાન્સ ફ્રોડ છે તેને રોકવા માટે એક આયોજન થવું જોઈએ. આપ લોકોની પણ હંમેશાથી માગણી રહી છે કે, ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન રહેવું જોઈએ અને એ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન માટે આપણે આગળ આ બજેટમાં પ્રાવધાન કર્યું છે.

‘પોલીસ સ્ટેશનમાં નવો 75 લોકોનું સ્ટાફ રહેશે’

હર્ષ સંઘવીએ એમ પણ જણાવ્યુ હતુ કે, આપણે આવનારા દિવસોમાં નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન આપવા જઈ રહ્યા છીએ. એ પોલીસ સ્ટેશનમાં નવો 75 લોકોનું સ્ટાફ રહેશે. જેના માધ્યમથી આવનાર દિવસોમાં ટેક્સટાઇલ માર્કેટમાં જેતે ફ્રોડ થયું હશે, તેનું કામ ત્યાંથી જ પૂર્ણ કરવામાં આવશે. આપ સૌ લોકોને તેમનો લાભ મળશે.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, છેલ્લા એક વર્ષમાં હંમેશા એવી ફરિયાદો મળતી હતી કે, ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ જ્યારે પોલીસ સ્ટેશન જાય તેમની જોડે જ્યારે અલગ અલગ રાજ્યના લોકો ફ્રોડ કરતા હોય, કોઈ બીજા રાજ્યનો વેપારી આપણી પાસે આવતો હોય અને આપણે એમના વિશ્વાસમાં આવીને તેમને લાખોનો માલ આપી દેતા હોઈએ છીએ.

વેપારી જ્યારે પૈસા આપવાની વાત આવે ત્યારે ફોનના ઉઠાવે ત્યારે હવે એ વેપારી શાંતિથી ઊંઘી શકશે નહીં. એની ચેલેન્જ હું આપું છું. જ્યારે સલાબતપૂરા, પોલીસ સ્ટેશન અને ઇકો નોમિક સેલની ફરિયાદો આવતી હોય કે આ કેસો સિવિલ કેસમાં ના થાય તે માટે આ બધા જ કેસો ક્રિમિનલ ફ્રોડ તરીકે જ ગણવામાં આવે, જેથી તેની ઝડપ આપણે વધારી છે.

આપણે અમદાવાદમાં આ વખતે જે લોકોને પૈસા અટક્યા હતા, તેવા કરોડો રૂપિયા પાછા અપાવ્યા છીએ. રિકવરી અપાવવામાં આપણને સફળતા મળી છે. એ જ રીતે સુરતમાં પણ 40 કરોડથી વધારે રૂપિયા આપણે લોકોને પાછા આપવા છે. વેપારીઓની ફાઇનાન્સ ફ્રોડ સામે તમારા કરતાં વધારે ગુજરાત પોલીસ લડવા તૈયાર છે.

Next Article