TAPI : ઉકાઇ ડેમમાં સતત પાણી છોડાઇ રહ્યું છે, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી

|

Sep 15, 2021 | 6:27 PM

તાપી જિલ્લાના ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમમાંથી પાણી છોડવાનું યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની સતત આવક થઇ રહી છે.

તાપી જિલ્લાના ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમમાંથી પાણી છોડવાનું યથાવત છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની સતત આવક થઇ રહી છે. ઉકાઇ ડેમના 10 ગેટ ખોલી તાપી નદીમાં 98,624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમના 9 ગેટ ચાર ફૂટ, એક ગેટ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 28,681 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. હાલ ડેમની જળસપાટી 340.28 ફૂટે પહોંચી છે. જયારે ઉકાઇ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ છે.

તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પાણીના આવરાને પગલે ડેમના સત્તાધીશો દ્વારા હાઇડ્રો પાવર અને ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવાની તજવીજ હાથ ધરી છે, જેને પગલે તાપી નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ઉકાઈ ડેમની ઉપરવાસમાં પડેલ સતત વરસાદને પગલે ડેમની સપાટીમાં છેલ્લા દસ દિવસમાં 8 ફૂટનો વધારો નોંધાયો છે, હાલ ઉકાઈ ડેમની સપાટી 340.28 ફૂટ છે. જેની જાળવણી અર્થે ઉકાઇ ડેમમાંથી 98 હજાર ક્યુસેક પાણી નવ દરવાજાઓ ખોલીને તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને પગલે નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જોકે પાણીની આવકને પગલે જિલ્લામાં ખુશીનો માહોલ છે.

 

આ પણ વાંચો : Gallantt Group: દેશની સૌથી મોટી સંકલિત સ્ટીલ કંપનીઓમાંની એક, ગેલન્ટ ગ્રુપે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ સ્ટાર અજય દેવગનને સાઇન કર્યો

આ પણ વાંચો :  BJP: પહેલા બહુમતિ અને પછી જ્ઞાતિવાદી રાજકારણ બન્યુ ભાજપની મજબુરી, ચૂંટણી પહેલા જાણો કયા રાજ્યનાં CM બદલાઈ શકે છે

Published On - 12:34 pm, Wed, 15 September 21

Next Video