Surat : તાપી નદીનો આજે જન્મદિવસ, 1100 મીટર ચૂંદડી અર્પણ કરીને ભક્તિભાવ સાથે કરાઈ ઉજવણી

|

Jun 25, 2023 | 2:05 PM

સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજયમોટા સૂર્યોદય ઘાટે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં પૂજા અર્ચના સાથે તાપી નદીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

Surat : તાપી નદીનો આજે જન્મદિવસ, 1100 મીટર ચૂંદડી અર્પણ કરીને ભક્તિભાવ સાથે કરાઈ ઉજવણી
Tapi River Birthday Celebration

Follow us on

Surat : સુરતની (Surat) જીવાદોરી સમાન તાપી નદીનો (Tapi river) આજે જન્મદિવસ (birthday) છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્યપુત્રી મા તાપી નદીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજયમોટા સૂર્યોદય ઘાટે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મા તાપી નદીને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી.

તાપી નદીનો જન્મદિવસ દર વર્ષે અષાઢ સુદ સાતમના દિવસે ઉજવાય છે

સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ 25 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે. તાપી નદીના તટે વસેલા સુરત શહેરના લોકોની આસ્થા તાપી નદી સાથે અતૂટ રીતે જોડાયેલી છે. ભક્તિ ભાવપૂર્વક તાપી માતાનો જન્મ ઉત્સવ દબદબાભેર ઉજવાય છે. ત્યારે આજે 25 જૂન અને અષાઢ સુદ સાતમના દિવસે સુરતમાં સૂર્યપુત્રી માં તાપી નદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સહિત કુરુક્ષેત્ર ટ્રસ્ટના અગ્રણીઓ અને સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો Gujarati Video: સુરતમાં DRIએ લાખો રૂપિયાનું સોનું ઝડપ્યું, બે આરોપી ઝડપાયા

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની હાજરીમાં પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરાઈ

દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે સૂર્યપુત્રી મા તાપી નદીના કિનારે વસેલા સુરત શહેરમાં કુરુક્ષેત્ર પવિત્ર સ્થાને મા તાપી માતાના જન્મદિવસ નિમિતે લોકોએ શ્રદ્ધા પૂર્વક પૂજા અર્ચના કરીને ચૂંદડી અર્પણ કરી. તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર હમેંશા વિકસતું અને દબકતું રહ્યું છે. આફતને પણ અવસરમાં બદલે છે અને અનેક વર્ષોથી વસેલા આ સુરત શહેરને સુખ સમૃદ્ધિ અને શાંતિ મળી રહે તે માટે તાપી માતાના જન્મદિવસે પૂજા અર્ચના કરી.

અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?

કમલેશ સેલરે જણાવ્યું હતું કે ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે. આજે તાપી માતાનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં કુરુક્ષેત્ર ધામ ખાતે ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. મા તાપીને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:58 pm, Sun, 25 June 23