Tapi: વ્યારાની એક શાળાએ વિદ્યાર્થીઓને આપી અનોખી ચેલેન્જ, વૃક્ષ વાવો અને માર્ક્સ મેળવો

|

Jul 07, 2022 | 8:45 AM

આ શાળાએ પોતાની શાળાઓમાં ભણતા સાત હજાર વિદ્યાર્થીઓને એક ચેલેન્જ આપી છે. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને એક એકે છોડવા આપીને તેની યોગ્ય માવજત ફરજીયાત કરવામાં આવી છે.

Tapi: વ્યારાની એક શાળાએ વિદ્યાર્થીઓને આપી અનોખી ચેલેન્જ, વૃક્ષ વાવો અને માર્ક્સ મેળવો
ફોટો - વૃક્ષો

Follow us on

Tapi: પર્યાવરણના જતન (Protection of the environment) અને સંવર્ધન માટે આમ તો અનેક સંસ્થાઓ કામ કરે છે. પણ કોઈ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને પર્યાવરણને જાળવવાની દિશામાં એક પ્રયાસ કરાયો હોય તે ખૂબ આવકારદાયક પગલું કહી શકાય. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી એક શાળાએ અનોખી પહેલ કરી છે. શાળા દ્વારા પોતાની બ્રાન્ચના અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓને તબક્કાવાર 7 હજાર વૃક્ષોના રોપા આપવામાં આવશે. જેનું દર મહિને તેનું મૂલ્યાંકન પણ કરવામાં કરાશે. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે, વર્ષના અંતે વૃક્ષોના ઉછેર મુજબ વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવશે.

આજે દુનિયા ગ્લોબલ વોર્મિંગની અસર સામે લડી રહી છે. અને આફતો સામે લડવાનો હવે સમય આવી ગયો છે. તેના માટે ઝઝૂમવાને બદલે હવે પર્યાવરણ અને વૃક્ષોનું સંવર્ધન કરવાનો સમય આવી ગયો છે. આ માટે કોઈ એક સંસ્થાએ નહિ પણ દરેક લોકોએ આગળ આવવાની જરૂર છે. સામાન્ય રીતે મોટેભાગે આવા કાર્યક્રમો ફોટા પડાવવા પૂરતા સીમિત થઈ જાય છે. ચોમાસામાં મોટાપાયે વૃક્ષારોપણ તો થાય છે, પણ આજકાલ લોકો ફોટો પાડવા અને સોશિયલ મીડિયા પર ચમકવા માટે વૃક્ષો રોપીને પછી તેની જાળવણી કરવાનું ભૂલી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વૃક્ષોના ઉછેર માટે કોઈ નક્કર કાર્યવાહી ભાગ્યે જ જોવા મળતી હોય છે. તેવામાં પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે તાપી જિલ્લાની વ્યારાની એક શાળા આગળ આવી છે. આ શાળાની આ પહેલ અનોખી તો છે, સાથે જ અન્ય શાળાઓએ પણ તેન અપનાવવા જેવી છે. ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વ્યારા ખાતે આવેલ આ શાળાએ પોતાની શાળાઓમાં ભણતા સાત હજાર વિદ્યાર્થીઓને એક ચેલેન્જ આપી છે. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને એક એકે છોડવા આપીને તેની યોગ્ય માવજત ફરજીયાત કરવામાં આવી છે. તેના આધારે દર મહિને વિદ્યાર્થીઓએ વૃક્ષ ઉછેરના ફોટા પણ શાળામાં જમા કરાવવાના રહેશે. વિદ્યાર્થીઓએ જમા કરાવાયેલા ફોટા દ્વારા વૃક્ષનું મૂલ્યાંકન કરવામાં આવશે. અને વર્ષને અંતે આ ચેલેન્જમાં દસ ગુણ આપવામાં આવશે.

Next Article