Surat શહેરમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, 66 ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરી

|

Mar 22, 2023 | 10:46 PM

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોને આઇડેન્ટીફાય કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 55 થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસે બે કલાકમાં અનેક ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા તો 66 જેટલા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી

Surat શહેરમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, 66 ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરી
Surat Police Cheking

Follow us on

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોને આઇડેન્ટીફાય કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 55 થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસે બે કલાકમાં અનેક ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા તો 66 જેટલા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરી હતી. સુરત શહેરમાં ગુનેગારો અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે પોલીસ દ્વારા ખાસ સમય અંતરે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ મથકોમાં આવતા સંવેદનશીલ વિસ્તારોને આઇડેન્ટીફાય કરી ત્યાં પોલીસનો નિયમિત ચેકિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારને આઇડેન્ટીફાય કરીને પોલીસ દ્વારા સરપ્રાઈઝ નાઈટ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું.

પોલીસ અધિકારી-કર્મચારીઓની સાથે મળી અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કર્યું  હતું

જેમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ વાલ્મિકી આબેંડકર SMC આવાસ સિધ્ધાર્થનગરમાં પોલીસ દ્વારા રાત્રીના 10 થી 12 વાગ્યા સુધી અસરકારક કોમ્બીંગનુ આયોજન કરવામા આવ્યું હતું. સુરતના પાંડેસરાના સંવેદનશીલ વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો મોટો કાફલો ઉતરી સરપ્રાઈઝ ચેક કર્યું હતું. એચ ડિવિઝનના એસીપીના સુપરવિઝન હેઠળ પાંડેસરા પો.સ્ટેના પોલીસ ઈન્સપેક્ટર, તેમજ “એચ” ડિવીઝન વિસ્તારના ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી-કર્મચારીઓની સાથે મળી અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કર્યું હતું.

પોલીસ દ્વારા કુલ અલગ અલગ 10 જેટલી ટીમો બનાવમાં આવી હતી.જેમા 01 પોલીસ ઇન્સ્પેકટર, 07 પોલીસ સબ ઈન્સપેક્રટર તથા પાંડેસરા, ખટોદરા, અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મળી કુલ્લે 55 પોલીસ કર્મચારીઓ સાથે લાઠી- હેલ્મેટ તથા ટોર્ચ જેવી પુરતી સાધન સામગ્રી સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ વાલ્મિકી આબેંડકર SMC આવાસ સિધ્ધાર્થનગરમાં સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરી હતું.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

બે કલાક પોલીસે ચેકીંગ હાથ ધર્યું

પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા મોડી રાત્રે બે કલાક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.પોલીસની જુદી જુદી ટીમ દ્વારા સિદ્ધાર્થ નગર ખાતે રાત્રીના 10 વાગ્યાથી બાર વાગ્યા સુધી બે કલાક સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં અલગ-અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ઘરાતા સિધ્ધાર્થનગરવાલ્મિકી આબેંડકર SMCઆવાસમાં આવવા-જવાના એંન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર નાકાબંધી કરી દેવામાં આવી હતી.પોલીસે કોમ્બીગમાં આવાસમાં આવેલ કુલ 47 બિલ્ડીંગના કુલ્લે 752 મકાનો ચેક કરી હાજર મળી આવેલ લોકોની સઘન પુછપરછ કરી હતી.

પોલીસે 66 ઈસમો વિરુદ્ધ કરી કાર્યવાહી

પાંડેસરા વિસ્તારમાં પોલીસે હાથ ધરેલા સરપ્રાઈઝ ચેકિંગમાં અનેક અસામાજિક પ્રવૃત્તિ કરતા યુવકો સામે કાર્યવાહી કરી છે.જેમાં પોલીસે તપાસ દરમ્યાન નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને 2022-23ની અત્યાર સુધીની સૌથી વધુ આવક

Next Article