ગુજરાતમાં આપઘાતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમા દરેક વ્યક્તિ તેની અલગ- અલગ સમસ્યાઓથી પરેશાન થઈને આપધાત કરતા હોય છે. જેમા મોટા ભાગની સ્ત્રીઓ પારિવારિક કારણના કારણે તો વિદ્યાર્થીઓ અભ્યાસના કારણે આપઘાત કરતા હોવાનું સાંભળવા મળે છે. તેવી જ એક ઘટના રાજ્યમાં બહાર આવી છે. સુરતમાં પણ આપઘાતની એક ઘટના સામે આવી છે. હેમાંગી પટેલ નામની પરિણિત યુવતિએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ કે જેના લગ્નના હજુ 27 દિવસ જ થયા હતા. ફિઝિયોથેરાપીસ્ટ એવી હેમાંગી પટેલનો મૃતદેહ હનુમાન ટેકરી નજીકથી તાપી નદીમાંથી મળી આવ્યો હતો. તે હાલમાં પાલનપુર પાટિયા નજીક આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેતી હતી .
સુરતની પરણિતા ફિઝિયોથેરાપીસ્ટ હેમાંગી પટેલે આપઘાત કર્યો છે. જેની લાશ ગઈ કાલે વહેલી સવારે તાપી નદીમાંથી મળી આવી હતી. આ વિસ્તાર સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા લાશને તરત જ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ-મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. ફિઝિયોથેરાપીસ્ટ હેમાંગી પટેલના આપઘાત અંગેની વધુ તપાસ સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Married 27 days ago, Physiotherapist ends life over unknown reason #Surat #Gujarat #TV9News pic.twitter.com/Hg1zaIeTbo
— Tv9 Gujarati (@tv9gujarati) January 5, 2023
સુરતમાં જો અન્ય ઘટના જોવા જઈએ તો સુરતના પલસાણા તાલુકાના હરિપુરા વિસ્તારમાં કે જ્યાં સગા પિતાએ જ પોતાના પુત્રને બળજબરીપૂર્વક ઉઠાવી જવાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિત માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે અણબનાવ ચાલતા હતા. જેના લીધે પત્ની બે બાળકો સાથે રિસામણે પોતાના માતા-પિતા સાથે રહેવા જતી રહી હતી. એવામાં બંને બાળકો સવારના સમયે મદરેસામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન બાળકોના પિતા કાર લઈને આવ્યા હતા અને તેને ઉઠાવી લીધો હતો.જ્યાં અન્ય એક ઘટનામાં સુરતમાં લિંબાયતમાં 15 વર્ષની કિશોરી પર લગ્નનની લાલચે બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 25 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 3માસની સજાનો હુકમ કર્યો હતો. પીડિતાને 25 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરાયો હતો.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો હતો .જેને પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી હતી. તેની પાસથી પોલીસે એમડી ડ્રગ્સ, બે મોબાઈલ, એક મોપેડ સહિત રોકડા રૂપિયા કબજે કર્યા હતા. જેમાં ડ્રગ્સ મોકલનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સુરત પોલીસ કમિશનર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી નેમ હેઠળ સતત કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું