ગુજરાત(Gujarat)ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની(Head Clerk)ભરતી પરીક્ષાનું (Recruitment)પેપર લીક થવાના લીધે અણઘડ વહિવટનો મુદ્દે લઇ હાલમાં સમગ્ર રાજ્યમાં વિવાદ શરૂ થઇ ગયો છે. આ દરમિયાન સુરત (Surat)સીટી યુથ કોંગ્રેસ(Youth Congress)દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી નવા પેપરો સાથે અને કડક દેખરેખ હેઠળ પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી છે.
યુથ કોંગ્રેસ દવારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ગૌણ સેવાના હેડ કલાર્કની જગ્યા માટે પરીક્ષા થનાર હતી,પરંતુ ભાજપ શાસનના અણઘડ વહીવટના કારણે આ પેપર લીક થઇ ગયું. જેના કારણે ઉમેદવારો ઘણા હતાશ થયા છે.ઘણા સમયથી ભરતીની પ્રક્રિયામાં કોઇને કોઇ અડચણ આવતા પ્રક્રિયામાં અવરોધ આવી ગયો હતો અને હવે પેપર લીક થતા પ્રક્રિયા ગુંચવાડામાં ફસાઇ ગઇ હોય ઉમેદવારોની ઘણા સમયની મહેનત નિરાશામાં છવાઇ ગઇ છે.
એટલું જ નહીં આ કાંડ બાબતે ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ કલાર્ક ભરતીના પેપર ફુટી ગયું હોવાની કબુલાત કરી છે. આથી સાબિત થાય છે કે, ભાજપી સરકારનું અણવહીવટ યુવાનોનું ભાવી કઈ રીતે નક્કી કરશે?
વધુમાં જણાવ્યું હતું કે પેપર લીક કાંડમાં હજુ 4 લોકો ફરાર છે જયારે આ પ્રકરણમાં કાકા-ભત્રીજા ભૂગર્ભમાં હોવાનું જાણવા મળ્યું છે.આ પેપર આશરે 4 લાખમાં ખરીદી અને આશરે 10 લાખમાં વેચાણ થવાની પણ ચર્ચા છે.
ઉમેદવારોની મહેનત અને લગનને જોતા આ પરીક્ષા રદ્દ થવી જોઇએ અને નવા પેપરો સાથે સંપૂર્ણ કડક દેખરેખ હેઠળ પરીક્ષા થવી જોઇએ જેથી ઉમેદવારોનું ભવિષ્ય ના બગડે તેવી માંગણી કરવાની સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે આવનારા દિવસોમાં ઉપરોક્ત બાબતે કોઇ નકકર પગલા ભરવામાં નહિ આવે તો સુરત યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરી ઉગ્ર દેખાવો કરવામાં આવશે.
આ પણ વાંચો : ધર્માંતરણ અને હવાલા કાંડમાં સંડોવાયેલા વડોદરાના આફમી એનજીઓનું FCRA રજિસ્ટ્રેશન રદ