Surat: વોર્ડ નંબર 5માં દૂષિત તેમજ ઇયળ વાળું પાણી આવતા રહીશો પરેશાન, SMCના અધિકારીઓએ લીધી ટીમ સાથે મુલાકાત

સ્થાનિકોની ફરિયાદને પગલે કોર્પોરેટરે લીધેલી મુલાકાત દરમિયાન સ્થાનિકોએ તેમને દૂષિત પાણીનો નમૂનો બતાવ્યો હતો. દૂષિત તેમજ જીવાત વાળા પાણીને જોતા કોર્પોરેટરે સંલગ્ન અધિકારીઓને આ અંગે તાત્કાલિક નિવારણ લાવવા માટે રજૂઆત કરી હતી. પાણીની વકરેલી સમસ્યાને પગલે  વોર્ડ નંબર 5ના રહિશો બહારનું પાણી લાવવા મજબૂર બન્યા છે.

Surat: વોર્ડ નંબર 5માં દૂષિત તેમજ ઇયળ વાળું પાણી આવતા રહીશો પરેશાન, SMCના અધિકારીઓએ લીધી ટીમ સાથે મુલાકાત
| Edited By: | Updated on: Apr 04, 2023 | 5:49 PM

ઉનાળો શરૂ થતા જ સુરતમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે. સુરતના વોર્ડ નંબર 5માં સમાવેશ પામતી કેટલીક સોસાયટીમાં દૂષિત પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. તેમજ આ દૂષિત પાણીમાં લાલ રંગની જીવાત પણ દેખાઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક કોર્પોરેટરે એસએમસીના અધિકારીઓ સાથે સોસાયટીની મુલાકાત લઈને સમસ્યાને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

દૂષિત પાણીને પગલે રહીશોને થયા ઝાડા ઉલટી

કેટલાક રહીશોને ઝાડા ઉલટી થયા હોવાનું કોર્પોરેટરના ધ્યાને આવ્યું હતું. જેથી કોર્પોરેટર દ્બારા આ અંગે અધિકારીઓ પાસે સેમ્પલ લેવડાવી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.

સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કરી રજૂઆત

સ્થાનિકોની ફરિયાદને પગલે કોર્પોરેટરે લીધેલી મુલાકાત દરમિયાન સ્થાનિકોએ તેમને દૂષિત પાણીનો નમૂનો બતાવ્યો હતો. દૂષિત તેમજ જીવાત વાળા પાણીને જોતા કોર્પોરેટરે સંલગ્ન અધિકારીઓને આ અંગે તાત્કાલિક નિવારણ લાવવા માટે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો:  Gujarati Video : શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને લોકોએ ધક્કે ચઢાવ્યા, શ્વાનને પણ દંડાથી ફટકાર્યો

રહીશો બહારથી પાણી મંગાવી રહ્યા છે

પાણીની વકરેલી સમસ્યાને પગલે વોર્ડ નંબર 5ના રહીશો બહારનું પાણી લાવવા મજબૂર બન્યા છે કારણ કે કેટલાક લોકો બીમાર પડતા સ્થાનિકોને ડર છે કે દૂષિત પાણીના કારણે રોગચાળો વકરે નહીં. સુરતના વોર્ડ નંબર 5માં સમાવેશ પામતી અશ્વિનીકુમાર, ફૂલપાડા, ધરમનગર, વિષ્ણુ નગર, સતાધાર અને સૌરાષ્ટ્ર સોસાયટીઓમાં પીવાના પાણીમાં દુર્ગંધની ફરિયાદો ઉઠી છે.

સ્થાનિક કોર્પોરેટરે સમસ્યાનો નિવેડો લાવવા માટે આપી સૂચના

છેલ્લા 2 દિવસથી સ્થાનિક કોર્પોરેટર નિરાલીબેન પટેલને દુર્ગંધ મારતા પાણીની ફરિયાદો મળતા તેમણે આ અંગે સુરત મનપાના અધિકારીઓને જાણ કરી હતી અને અધિકારીઓએ આવીને પાણીની ચકાસણી કરીને આ સમસ્યાનું નિરાકણ લાવવાની ખાતરી આપી છે. સાથે જ અધિકારીઓએ અન્ય વોર્ડમાં પણ પાણી ચકાસવાના આદેશ આપ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…