Surat : સહારા દરવાજા મલ્ટીલેયર રેલવે બ્રીજનું કામ 50 ટકા પૂર્ણ, અંતિમ તબક્કા માટે થઇ રહી છે કામગીરી

|

Apr 06, 2022 | 8:39 AM

મંગળવારે બ્લોક સમય દરમિયાન એક ગર્ડર લગાવવા સાથે એક લેનના પાંચેય ગર્ડરોનું યોગ્ય બ્રેકિંગ અને ફિટિંગ કરવામાં આવ્યું હતું. બીજી લેનના પાંચ ગર્ડર બુધવાર અને ગુરુવારના બ્લોક સમય દરમિયાન ઉભા કરવામાં આવશે.

Surat : સહારા દરવાજા મલ્ટીલેયર રેલવે બ્રીજનું કામ 50 ટકા પૂર્ણ, અંતિમ તબક્કા માટે થઇ રહી છે કામગીરી
Sahara Darwaja multilayer railway bridge (File Image )

Follow us on

(Surat ) સહારા દરવાજા રેલવે ઓવરબ્રિજ માટે રેલવે (Railway )વિભાગ દ્વારા ચાર દિવસ સુધી દરરોજ બે કલાકનો બ્લોક (Block ) જાહેર કરવામાં આવ્યો છે. સોમવારે બે કલાકના બ્લોકમાં ચાર ગર્ડર ઉભા કર્યા બાદ મંગળવારે એક જ જગ્યાના પાંચેય ગર્ડરોના ફીટીંગમાં વધારો કરવામાં આવ્યો હતો. બુધવાર અને ગુરુવારે બીજી જગ્યાના વધુ પાંચ ગર્ડર ઉભા કરવામાં આવશે.

સુરત શહેરની સૌથી વધુ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મહાનગર પાલિકા દ્વારા સહારા દરવાજા ખાતે મલ્ટિલેયર રેલવે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બ્રિજ પૂરો થતાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં સરળતા રહેશે. સુરત રેલ્વેના સહારા દરવાજા જંકશન પર રેલ્વે કલવર્ટ નંબર 445નું કામ અંતિમ તબક્કામાં છે.

માહિતી આપતા સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અક્ષય પંડ્યા અને બ્રિજ વિભાગના ઈજનેર અમિત દેસાઈએ જણાવ્યું હતું કે, સોમવાર અને મંગળવારે રેલવે બ્લોકના સમય દરમિયાન એક સાઈટના પાંચેય ગર્ડર સફળતાપૂર્વક ઉભા કરવામાં આવ્યા હતા. બુધવાર અને ગુરુવારે બીજી સાઈટના પાંચ ગર્ડર ઉભા કરીને બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સુરત મહાનગર પાલિકાએ પશ્ચિમ રેલવે પાસે ગર્ડર લગાવવા માટે બ્લોકની માંગણી કરી હતી. લાંબી રાહ જોયા બાદ 4 થી 7 એપ્રિલ સુધી સુરતથી ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે ચાર દિવસ સુધી દરરોજ બે કલાક માટે બ્લોક જાહેર કરવામાં આવ્યો હતો. ROB માટે, સતત ચાર દિવસમાં રેલવે ટ્રેકની ટોચ પર 40 મીટર પહોળાઈના 10 ગર્ડર લગાવવામાં આવશે. સમગ્ર કામગીરી રેલવે તંત્ર અને રેલવે પીએમસીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

સહારા દરવાજા જંકશન-સહારા દરવાજા રેલ્વે કલ્વર્ટ નંબર 445 પર રેલ્વે ઓવરબ્રિજ માટે રેલ્વે ટ્રેક ઉપર ગર્ડર નાખવાના હેતુસર રેલ્વે તંત્ર દ્વારા 2 કલાકનો બ્લોક આપવામાં આવેલ છે. રેલવે તંત્રની મંજુરી હેઠળ સોમવારથી ગુરુવાર સુધી પાલિકાને બપોરે 2.50 થી 4.50 વાગ્યા સુધી બે કલાક માટે બ્લોક આપવામાં આવ્યો છે. સોમવાર અને મંગળવારે 5 ગર્ડર લગાવવામાં આવ્યા હતા.

દરેક ગર્ડરનું વજન આશરે 30 ટન છે, આ માટે જરૂરી ક્રેન-ગર્ડર સાથે સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી હતી. મંગળવારે બ્લોક સમય દરમિયાન એક ગર્ડર લગાવવા સાથે એક લેનના પાંચેય ગર્ડરોનું યોગ્ય બ્રેકિંગ અને ફિટિંગ કરવામાં આવ્યું હતું. બીજી લેનના પાંચ ગર્ડર બુધવાર અને ગુરુવારના બ્લોક સમય દરમિયાન ઉભા કરવામાં આવશે.

નોંધનીય છે કે સહારા દરવાજા ખાતેનો બ્રિજ 133 કરોડના ખર્ચે તૈયાર થયો છે. બ્રિજની લંબાઈ અંદાજે 2 કિમી છે. 25 ઓક્ટોબર 2017ના દિવસે બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ બ્રિજ બનવાથી અહીં રોજના અવરજવર કરતા 15 લાખ લોકોને ફાયદો થશે.

Next Article