Surat: કોરોનાના કેસો કાબૂમાં આવતા હવે શહેરમાં રસીકરણ ઝુંબેશ વેગવાન બનાવાઈ

|

Jun 02, 2021 | 8:04 PM

બીજી લહેર પૂર્ણ થતાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટવા લાગી છે. સાથે જ હોસ્પિટલોમાં બેડ પણ ખાલી થવા લાગ્યા છે. તેવામાં હવે સુરત મહાનગરપાલિકાએ રસીકરણ(vaccination) ઝુંબેશ વધુ વેગવાન બનાવી છે.

Surat: કોરોનાના કેસો કાબૂમાં આવતા હવે શહેરમાં રસીકરણ ઝુંબેશ વેગવાન બનાવાઈ

Follow us on

Surat: સુરતમાં કોરોનાના કેસો કાબૂ કરવામાં સુરત મહાનગરપાલિકાનું (Surat Municipal Corporation) માઈક્રો મેનેજમેન્ટ સફળ થયું છે. બીજી લહેર પૂર્ણ થતાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટવા લાગી છે. સાથે જ હોસ્પિટલોમાં બેડ પણ ખાલી થવા લાગ્યા છે. તેવામાં હવે સુરત મહાનગરપાલિકાએ રસીકરણ(vaccination) ઝુંબેશ વધુ વેગવાન બનાવી છે.

1લી જાન્યુઆરીથી 31 મે 2021 સુધીમાં કુલ પાંચ મહિનામાં શહેરના 8 ઝોન વિસ્તારમાં પ્રથમ તથા બીજા સાથે કુલ 13,39,738 લોકોને વેક્સિન આપીને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ રસીકરણ સુરતના અઠવા ઝોનમાં થયું છે. અઠવા ઝોનમાં રહેતા 2,47,376 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત શહેરના અન્ય ઝોન પર નજર કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 1,47,959 લોકોને, વરાછા ઝોન- એમાં 1,61,911, વરાછા ઝોન-બીમાં 1,32,174, સાઉથ ઝોન ઉધનામાં 1,49,921 વ્યક્તિઓને, કતારગામ ઝોનમાં 1,75,580, રાંદેર ઝોનમાં 1,88,984, લિંબાયત ઝોનમાં 1,35,833 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

સમગ્ર સુરત શહેરના રસીકરણની વાત કરીએ તો 2,19,112 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રથમ ડોઝ અને 79,128ને બીજો ડોઝ અપાય ચુક્યો છે. જ્યારે 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 5,93,005 વડીલોને વેક્સિન આપવામાં આવી છે.

 

18થી 44 વર્ષની વયના 2,59,377 યુવાનોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે. આમ 10,71,494 વ્યક્તિઓને પહેલો અને 2,68,244 નાગરિકોને બીજો ડોઝ મળીને કુલ 13,39,438 લોકોને કોરોના સામે વેક્સિન આપીને સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.

 

નોંધનીય છે કે શહેરમાં સૌથી વધારે કોરોનાના કેસો અઠવા ઝોનમાંથી સામે આવ્યા છે અને તે ઝોનમાં પાલિકાએ વેક્સિનેશન કામગીરી સઘન બનાવી છે. રસીકરણના શરૂઆતના તબક્કામાં રસી મુકવા માટે લોકો અચકાતા હતા. પરંતુ તેની કોઈ આડઅસર ન જણાતા રસીકરણ જ અસરકારક શસ્ત્ર છે, તેવી સમજને કારણે હવે લોકો હવે રસી લેવા આગળ આવી રહ્યા છે.

 

આ પણ વાંચો: વિરોધ: ‘રોડની જેમ કોર્પોરેટરો પણ ગયા ખાડે’ Suratમાં સ્થાનિકોએ બેનરો લગાવીને રોષ વ્યકત કર્યો

Next Article