Surat: ફોન પર વાત કરતી વખતે ગેલેરીની દીવાલનો ટેકો લેવા જતા સંતુલન ગુમાવ્યુ, પરિણીતા ત્રીજા માળેથી નીચે પટકાતા થયું મોત

સુરતમાં ફોન પર વાત કરતી હતી, આ દરમ્યાન ગેલેરીની દીવાલ સાથે ટેકો લેવા જતા તેણીએ સંતુલન ગુમાવ્યું હતું અને તે ત્રીજા માળેથી નીચે પટકાતાં એક મહિલાનું મોત નીપજયું હતું.

Surat: ફોન પર વાત કરતી વખતે ગેલેરીની દીવાલનો ટેકો લેવા જતા સંતુલન ગુમાવ્યુ, પરિણીતા ત્રીજા માળેથી નીચે પટકાતા થયું મોત
| Edited By: | Updated on: May 10, 2023 | 11:38 PM

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ ગામે ત્રીજા માળેથી પટકાતા એક પરિણીતાનું મોત નીપજ્યું છે. મહિલા દીવાલ સાથે ઉભી રહી ફોન પર વાત કરી રહી હતી આ દરમ્યાન ગેલેરીની દીવાલ સાથે ટેકો લેવા જતા તેણીએ સંતુલન ગુમાવ્યું હતું અને તે ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી, બીજી તરફ ગંભીર માથામાં ઈજાઓ થતા મહિલાનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ ગામે આવેલા ઉમિયા પેલેસ ખાતે ત્રીજા માળેથી પટકાતા એક પરિણીતાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાનું નામ કમલાદેવી રામકેશ રામનાથ રાજપૂત અને તે મૂળ ઉતર પ્રદેશની વતની હોવાનું જાણવા મળ્યું હતું.

ત્રીજા માળેથી નીચે પટકાતા પરિણીતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ

પોલીસે જણાવ્યું હતું કે પરિણીતા તેમના ઓળખીતાના મકાનમાં સુવા માટે ગઈ હતી આ દરમ્યાન ગેલેરીમાં આવેલી દીવાલ નજીક ઉભા રહી પરિણીતા ફોન પર વાત કરતી હતી, આ દરમ્યાન ગેલેરીની દીવાલ સાથે ટેકો લેવા જતા તેણીએ સંતુલન ગુમાવ્યું હતું અને તે ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. ત્રીજા માળેથી નીચે પટકાતા પરિણીતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ અનેક જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ બની હતી

આ અગાઉ સુરતના વેસુ વિસ્તારમાં એક કિશોર પહેલા માળેથી નીચે પટકાતા મોત થયુ હતું માહિતી મુજબ કિશોર બાર માળની બિલ્ડિંગમાં કામ કરી રહ્યો હતો. મૃતક કિશોર પ્રતાપગઢ જિલ્લાના બોરીપી ગામનો રહેવાસી હતો અને રોજગારી અર્થ તે સુરત રહેતો હતો. આપને જણાવી દઈએ કે, બિલ્ડિંગમાં તે બ્રેકર મશીન ચલાવતો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :  દીપડાની વસ્તી ગણતરી માટે કુલ 131 પોઈન્ટ નક્કી કરાયા, છેલ્લે વર્ષ 2016માં થઈ હતી ગણતરી

ઘટના અંગે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી કે પાટીલે જણાવ્યું હતુ કે, કિશોર કામ કરતો તે દરમિયાન તે નીચે પટકાયો અને માથાને ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. બાદમાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતુ. હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ  ધરાઈ હતી. આપને જણાવી દઈએ કે, કિશોરની ઉંમર માત્ર 17 વર્ષ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…