Surat : પાલ ગ્રુપ કો.ઓપરેટીવ કોટન સેલ સોસાયટીની રવિવારે ચૂંટણી

|

Aug 01, 2021 | 11:48 AM

જેમાં પ્રમુખ પદના બંને ઉમેદવાર જયેશ પટેલ અને નરેશ પટેલ જીતનો દાવો કર્યો છે. જોકે કોટન સેલ સોસાયટીના 20 માંથી 7 ડિરેક્ટર પદના ઉમેદવાર બિનહરીફ થયા છે.

સુરત(Surat)માં પાલ ગ્રુપ કો.ઓપરેટીવ કોટન સેલ સોસાયટીની રવિવારે ચૂંટણી(Election) ચાલી રહી છે. આ સોસાયટીમાં 20 ડિરેક્ટર પદ અને 1 પ્રમુખ પદ માટે કોટન સેલ સોસાયટીના મતદારો મતદાન કરી રહ્યા છે. પ્રમુખ પદના બંને ઉમેદવાર જયેશ પટેલ અને નરેશ પટેલ જીતનો દાવો કર્યો છે. જોકે કોટન સેલ સોસાયટીના 20 માંથી 7 ડિરેક્ટર પદના ઉમેદવાર બિનહરીફ થયા છે. તો ચૂંટણી જાહેર થયા પછી એક ડિરેક્ટર પદના ઉમેદવારનું મોત થતા તે બેઠક રદ્દ કરાઈ છે, અને તેનું મતદાન પણ બાદમાં યોજાશે. ત્યારે હવે 12 ડિરેક્ટર પદ માટે 24 ઉમેદવાર અને એક પ્રમુખ પદની બેઠક માટે બે ઉમેદવારો વચ્ચે ટક્કર છે.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ માટે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ મેદાને છે. જ્યારે બીજીતરફ ચોર્યાસી ડેરીના પ્રમુખ નરેશ પટેલ મેદાને છે.

આ પણ વાંચો :  Delhi: આજથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે

આ પણ વાંચો : ગહના વશિષ્ઠે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, ‘ધરપકડ ન કરવા માટે આટલા લાખ માંગ્યા હતા’

Published On - 11:36 am, Sun, 1 August 21

Next Video