Surat: અંગદાનની અભૂતપૂર્વ ઘટના: 9 વર્ષના બ્રેઈન ડેડ બાળકના અંગદાન થકી 6 લોકોને મળ્યું નવજીવન

|

Apr 23, 2023 | 10:06 PM

બાળક બ્રેઈનડેડ થતા બાળકના પરિવારે તમામ અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો હતો અને બ્રેઈનડેડ બાળકના લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન કરી 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે.

Surat: અંગદાનની અભૂતપૂર્વ ઘટના: 9 વર્ષના બ્રેઈન ડેડ બાળકના અંગદાન થકી 6 લોકોને મળ્યું નવજીવન

Follow us on

પૂણા ગામના આંટાળા પરિવારે પોતાના એકના એક 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 6 અંગોનું દાન કર્યું હતું. સુરતમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર 9 વર્ષના બ્રેઈનડેડ બાળકના 6 અંગોનું દાન કરીને માનવતાની મિસાલ કાયમ કરી છે.

બ્રેઈનડેડ બાળકના લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોનું દાન

સુરત શહેરના સિમાડા વિસ્તારમાં આવેલી એઈમ્સ (AAIHMS) હોસ્પિટલમાં બે દિવસથી સારવાર લઈ રહેલું બાળક બ્રેઈનડેડ થતા બાળકના પરિવારે તમામ અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો હતો અને બ્રેઈનડેડ બાળકના લીવર, બે કિડની, ફેફસા અને બે આંખોના દાન કરી 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપ્યું છે.

આ પણ વાંચો: Surat: સચિન વિસ્તારમાં જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી, 1 બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની અને સુરતના પૂણા ગામમાં રહેતા  નયનભાઈ અંટાળા રત્નકલાકાર છે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નયનભાઈને સંતાનમાં 9  વર્ષીય પુત્ર આરવને તારીખ 19 મી એપ્રિલના રોજ રમતા-રમતા આરવને માથાના ભાગે ઈજા થઈ હતી. જેથી પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે કામરેજની વાત્સલ્ય હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના ડો.હિતેષ કલસરિયાએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની ઈજાની ગંભીરતા સમજી અન્ય  મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા.

અહીં ન્યુરોસર્જન તબીબોની ટીમના ડો.મૌલિક પટેલ, ડો.દિપેશ કક્કડ, ડો.હિતેષ ચિત્રોડાએ સારવાર શરૂ કરી હતી. તેમણે બાળકનો જીવ બચાવવા આઈ.સી.યુ.માં ખસેડી તાત્કાલિક બ્રેઈન ઓપરેશન કર્યું. ન્યુરોસર્જન, આઈ.સી.યુ. તબીબી ટીમની મહેનત છતાં ઈશ્વરની મરજી આગળ કોઈનું ન ચાલતા આખરે ત્રણ દિવસ બાદ તા.22મીની રાત્રે આરવને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

બાળકનો પરિવાર હતો ઘેરા આઘાતમાં

પરિવારમાં  બાળકનું અકાળ અવસાન થતા  માતા પિતાના માથે આભ તૂટી પડયું હતું. જોકે  મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી બાળકના જ પરિવારમાંથી આવતા ડો.ચતુરભાઈ ડોબરિયા તેમજ એઈમ્સ હોસ્પિટલના ડો.જિજ્ઞેશ ધામેલીયા અને ડો. હિતેષ ચિત્રોડાએ પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી. વ્હાલસોયા પુત્રને ગુમાવનાર માતાપિતા કિરણબેન અને નયનભાઈ સહિત શોકાતુર અંટાળા પરિવારે ભારે હૈયે અંગદાન કરવાનો માનવતાસભર અને હિંમતભર્યો નિર્ણય કર્યો હતો. તેમજ આમ કરવાથી તેમનો પુત્ર બીજામાં જીવિત રહી શકશે તેમ સમજીને  અંગદાનની મંજૂરી આપી હતી.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, અંગદાન વિશે અખબારો અને ન્યુઝચેનલોમાં ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાનથી અન્ય લોકોને જીવનદાન મળે છે એવી અમને સામાન્ય સમજ છે. અમારો આરવ આ દુનિયામાં નથી રહ્યો, પણ અંગદાન કરવાથી તે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતો હોય તો એનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? એમ જણાવી આરવના શક્ય હોય તે તમામ અંગોનું દાન માટે આગળ વધવા સંમતિ આપી હતી.

દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યો પરિવાર

દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર આ પરિવારની સંમતિ મળતા સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશભાઈ માંડલેવાલાના સહયોગથી સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં બે અલગ-અલગ હોસ્પિટલોની ટીમે  એઈમ્સ હોસ્પિટલ આવી પહોંચી હતી અને ફેફસા એમ.જી.એમ. હોસ્પિટલ-ચેન્નાઈ તેમજ લીવર અને કિડની કે.ડી.હોસ્પિટલ- અમદાવાદની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા હતા. વડોદરા સુરત શહેર પોલીસ, ટ્રાફિકના અધિકારીઓ, પોલીસકર્મીઓએ અંગો લઈ જવા બે-બે ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Next Article