Surat : ઉધના રેલવે સ્ટેશન બનશે આધુનિક, એરપોર્ટની જેમ સુવિધાઓમાં કરાશે વધારો

|

Mar 17, 2022 | 9:45 AM

સુરતના સાંસદ દર્શના જરદોશ રેલ રાજ્ય મંત્રી બન્યા બાદ સુરતને રેલવે અને રેલવે સ્ટેશનને લઈને ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે હવે સુરત રેલવે સ્ટેશનની સમકક્ષ ઉધના રેલવે સ્ટેશનને પણ એરપોર્ટની જેમ આધુનિક બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Surat : ઉધના રેલવે સ્ટેશન બનશે આધુનિક, એરપોર્ટની જેમ સુવિધાઓમાં કરાશે વધારો
Udhana railway station will be modernized, facilities like airport will be increased(File Image )

Follow us on

ઉધના (Udhna ) રેલવે સ્ટેશનનું હાલનું બિલ્ડીંગ સુરત એરપોર્ટ (Airport ) ટર્મિનલ જેવું બનાવવામાં આવશે. રેલવે વિભાગ ઉધના રેલ્વે સ્ટેશનને આધુનિક લુક આપવાની તૈયારી કરી રહ્યું છે. હવે એરપોર્ટની તર્જ પર, ઉધના સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પ્લેટફોર્મ-1ના ટ્રેકથી 9 મીટર ઉપર એલિવેટેડ કોન્કોર્સ વિસ્તાર બનાવવામાં આવશે.

આ વિસ્તાર 40 મીટર પહોળો અને 62 મીટર લાંબો હશે. સ્ટેશનમાં પ્રવેશ્યા પછી મુસાફરો સીધા કોન્કોર્સ એરિયામાં આવશે. પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે આ કોન્કોર્સ વિસ્તારમાં ફૂડ કોર્ટ, લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવશે. અહીંથી પ્લેટફોર્મ 2-3 અને 4-5 પર જવા માટે વોક-વે પણ બનાવવામાં આવશે. કન્કોર્સ એરિયામાં ડિસ્પ્લેમાં ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવવાની છે તે મુસાફરો જોઈ શકશે. આ પ્રોજેક્ટ ટેન્ડર આપ્યા બાદ બે વર્ષની અંદર પૂર્ણ કરવાનો છે.

રેલ્વે મંત્રાલયે ગયા અઠવાડિયે જ ઉધના સ્ટેશનના પુનઃવિકાસ માટે 212 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ સાથે ઉધના રેલવે સ્ટેશનની પૂર્વ દિશાનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવશે. જેમાં સ્ટેશનની પશ્ચિમ બાજુના સ્ટેશન બિલ્ડિંગનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ જશે. નોંધનીય છે કે છેલ્લા 3 વર્ષોમાં જ સુરત રેલવે સ્ટેશનની જેમ ઉધના રેલવે સ્ટેશનની પણ કાયાપલટ કરી દેવામાં આવી છે. અને હવે હજી તેનું ડેવલપમેન્ટ કરવાનું નક્કી કરાયું છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

તે એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ જેવું હશે. પશ્ચિમ રેલવે તેનો વિકાસ કરશે. નોંધનીય છે કે અગાઉ તેને ઈન્ડિયા રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ ઓથોરિટી (IRSDC) દ્વારા પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નવેમ્બર 2021 માં, આ એકમને રેલ્વે મંત્રાલય દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉધના સ્ટેશનને આધુનિક લુક આપવામાં આવશે. ઉધના રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે રેલવે મંત્રાલય દ્વારા 212 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આનાથી ઉધના સ્ટેશનને આધુનિક લુક મળશે. તેમાં અત્યાધુનિક સુવિધાઓ હશે. એરપોર્ટની તર્જ પર. તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે સુરતના સાંસદ દર્શના જરદોશ રેલ રાજ્ય મંત્રી બન્યા બાદ સુરતને રેલવે અને રેલવે સ્ટેશનને લઈને ઘણી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે હવે સુરત રેલવે સ્ટેશનની સમકક્ષ ઉધના રેલવે સ્ટેશનને પણ એરપોર્ટની જેમ આધુનિક બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :

સુરત પોલીસ કમિશનર દ્વારા ગુનગારોની ઓળખ પરેડ યોજાઇ, આરોપીઓને પોલીસ કમિશનરે આપ્યા કેટલાક સૂચનો

The Kashmir Files : ચેતજો, બહુચર્ચિત ધ કાશ્મીર ફાઇલ ફિલ્મની ફેક લિંક તમારું એકાઉન્ટ કરી શકે છે ખાલી

Next Article