Surat: પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે યુવકો બેભાન થતાં હોસ્પિટલ ખસેડાયા

ફાયર વિભાગની ટીમે બી.એ.સેટ પહેરીને પાણીની ટાંકીમાં ઉતર્યા હતા અને બંને યુવકોને બહાર કાઢીને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં વધુમાં દિનેશભાઈ [ઉ.૪૫] અને મિલન ભાઈ [ઉ.૨૪] પીવાના પાણીની ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા અને તેઓ ગુંગણામણ થતા બેભાન થઇ ગયા હતા

Surat: પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે યુવકો બેભાન થતાં હોસ્પિટલ ખસેડાયા
Surat Water Tank Clean Incident
| Edited By: | Updated on: Jun 24, 2023 | 4:56 PM

Surat : સુરતના ઉધના વિસ્તારમાં પીવાના પાણીની ટાંકી(Water Tank) સાફ સફાઈ કરવા ઉતરેલા બે વ્યક્તિઓ ગૂંગળાઈ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે બંને વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે.

જેમાં મળતી માહિતી મુજબ સુરતના ઉધના સ્થિત સીટી ઇન્ડસ્ટ્રીયલમાં પીવાના પાણીની ટાંકીમાં સાફ સફાઈ કરવા માટે બે વ્યક્તિઓ અંદર ઉતર્યા હતા આ દરમ્યાન બંને વ્યક્તિઓને ગુંગણામણ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી ગયી હતી બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી માન દરવાજા અને ભેસ્તાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

ફાયર વિભાગની ટીમે બી.એ.સેટ પહેરીને પાણીની ટાંકીમાં ઉતર્યા હતા અને બંને યુવકોને બહાર કાઢીને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં વધુમાં દિનેશભાઈ [ઉ.૪૫] અને મિલન ભાઈ [ઉ.૨૪] પીવાના પાણીની ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા અને તેઓ ગુંગણામણ થતા બેભાન થઇ ગયા હતા. ફાયર વિભાગની ટીમે બંને લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને ત્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.