SURAT : ઉધનાની શાળામાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 7 દિવસ બંધ કરવામાં આવી

| Edited By: | Updated on: Sep 05, 2021 | 4:24 PM

પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવી છે અનેબંને વિધાર્થીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

SURAT : સુરતમાં ફરી બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલી શાળામાં બે વિધાર્થીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાશાળા સાત દીવસ માટે બંધ કરાવવામાં આવી છે. ધોરણ-9મા અભ્યાસ કરતા વિધાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રેપિડ ટેસ્ટ દરમિયાન વિધાર્થી પોઝિટિવ આવ્યાં છે. પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવી છે અનેબંને વિધાર્થીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

Published on: Sep 05, 2021 03:36 PM