Surat: સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેકથી મોત, ટીવી જોતા એટેક આવ્યા

સુરતમાં બંને વ્યક્તિ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. તો બીજી બાજુ સમગ્ર મામલે સચિન પોલીસે અકસ્માતનો  ગુનો નોંધી મૃત દેહને પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે

Surat: સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેકથી મોત, ટીવી જોતા એટેક આવ્યા
Surat Two People Died Due To Heart Attack
| Edited By: | Updated on: May 11, 2023 | 11:35 AM

સુરત (Surat)  શહેરમાં હાર્ટ એટેકથી(Heart Attack)  મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોઈને ચાલતા ચાલતા કે બાઈક ચલાવતી વખતે હાર્ટ એટેક આવી જવાથી મોત નીપજવાના કિસ્સા સામે આવી રહ્યા છે. વધુ એક બે કિસ્સા સચિન વિસ્તારમાં બન્યા છે.ટીવી જોતા જોતા બે લોકોને હાર્ટ એટેક આવી જતા નીપજ્યા છે. શહેરના સચીન વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન પાસે રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લાખલાલ નામનો યુવક જમીને ઘરમાં ટીવી જોતો હતો.ટીવી જોતા જોતા અચાનક બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃતક જાહેર કર્યો હતો.

વિકાસને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો

27 વર્ષીય વિકાસ લાખલાલ મૂળ રાજસ્થાનના હનુમાન ગઢના વતની છે. સચિનમાં બહેન સાથે રહેતો હતો. વિકાસના બે વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા. સચિન ખાતે આવેલ કાપડના કારખાનામાં કામ કરી વતનમાં રહેતા માતા-પિતા અને પત્નીને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. વિકાસને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. ગત રોજ સાંજના સમયે વિકાસ જમીને ઘરમાં ટીવી જોતો હતો. અચાનક ટીવી જોતા જોતા બેભાન થઈ જતા વિકાસના સંબંધી દોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

સુરતમાં મહિના અગાઉ નોકરી માટે આવ્યો હતો

મૃતક વિકાસના સંબંધી રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે વિકાસને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. સાંજે તે જમીને ઘરમા ટીવી જોતો હતો. અચાનક જ તેને પેટમાં દુખાવો થયો અને બેભાન થઈ ગયો હતો.તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબએ મૃતક જાહેર કર્યો હતો. વિકાસ રાજસ્થાનનો વતની છે. સુરતમાં મહિના અગાઉ નોકરી માટે આવ્યો હતો. કપડાના કારખાનામાં કામ કરી વતનમાં રહેતા પરિવારને મદદરૂપ થતો હતો. અચાનક વિકાસને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું છે.

હાજર તબીબોએ નયનાબેનને મૃતક જાહેર કર્યા હતા

બીજી બાજુ સચિન વિસ્તારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે ટીવી જોતા જોતા 43 વર્ષીય મહિલાને હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યું છે. શહેરના સચિન વિસ્તારમાં આવેલ કનકપુર ખાતે રહેતા નયનાબેન શૈલેષભાઈ રાઠોડ ના ઘર નીચે લગ્ન પ્રસંગ હતો. નયનાબેન રાત્રી દરમિયાન લગ્ન પ્રસંગમાંથી જમીને ઘરે આવ્યા હતા અને ટીવી જોતા હતા. અચાનક નયનાબેન બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના હાજર તબીબોએ નયનાબેનને મૃતક જાહેર કર્યા હતા

નયનાબેનનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું

મૃતક નયનાબેન મૂળ વલસાડના વતની છે.પરિવાર બે સંતાન છે.પતિ શૈલેષ રાઠોડ ડાયમંડમાં નોકરી કરતા છે.નયનાબેનને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. ઘરમાં અચાનક જ જમ્યા બાદ ટીવી જોતા જોતા હાર્ટ અટેક આવી જવાથી મોત નીપજતા પરિવાર શોક ગરગાવ થઈ ગયો છે. હાર્ટ એટેકથી નયનાબેનનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

બંને વ્યક્તિ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. તો બીજી બાજુ સમગ્ર મામલે સચિન પોલીસે અકસ્માતનો  ગુનો નોંધી મૃત દેહને પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…