Surat : કતારગામમાં મકાન ઉતારતી વખતે દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત

|

Mar 19, 2022 | 4:57 PM

સુરત પોલીસના ઉચ્ચાધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો તેમજ ડેપ્યુટી મેયર અને પાલિકા ઉચ્ચાધિકારીઓ પણ ઘટના સ્થળે ધસી આવ્યા હતા.આ અંગે ડેપ્યુટી મેયર દિનેશ જોધાનીએ જણાવ્યું હતું કે રીતે ઘટના બની છે તેમાં બે ના મોત થયા છે જે પણ ની બેદરકારી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Surat : કતારગામમાં મકાન ઉતારતી વખતે દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત
Surat Wall Collapsed Two Person Died

Follow us on

સુરતના(Surat)  કતારગામ ના વસ્તાદેવડી રોડ સ્થિત આવેલ ઝરીવાલા કોમ્પ્લેક્સના બીજા માળે રહેલનો હોલનો કાટમાળ ઉતારતી વેળા દીવાલ ધસી પડતા(Wall Collapsed)  ભાગદોડ મચી જવા પામી હતી બનાવની જાણ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. જેમાં સુરત કતારગામ ના વસતાદેવડી ખાતે આવેલ જરીવાલા કંપાઉન્ડ માં પેરામીટર હોલ ઉતારવાની કામગીરી માલિક દ્વારા કરવામાં આવી હતી તે દરમિયાન અચાનક દીવાલનો ભાગ ધરાશયી થતા ભાગ દોડ મચી જવા પામી હતી.બનાવ ને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી હતી અને બાદ માં યુદ્ધના ધોરણે ફસાયેલા લોકોને બહાર કાઠવાની કામગીરી હાથ ધરી હતી. જોકે દીવાલ ધરાશાયી થયેલી આ ઘટનામાં ત્રણ લોકો ફસાયા હતા જેમાંથી ત્રણએ લોકોને રસ્ક્યું કરીને ફાયર ઉગારી લીધા હતા જ્યાં બે લોકોના સારવાર દરમ્યાન મોત થયા હતા.

પોલીસના ઉચ્ચાધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે

આ બનાવના પગલે સુરત પોલીસના ઉચ્ચાધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો તેમજ ડેપ્યુટી મેયર અને પાલિકા ઉચ્ચાધિકારીઓ પણ ઘટના સ્થળે ધસી આવ્યા હતા.આ અંગે ડેપ્યુટી મેયર દિનેશ જોધાનીએ જણાવ્યું હતું કે રીતે ઘટના બની છે તેમાં બે ના મોત થયા છે જે પણ ની બેદરકારી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.વારંવાર બનતી આવી ઘટના પગલે ડેપ્યુટી મેયર પોતાનો બચાવ કર્યો હતો.

રાજ્ય મંત્રી વીનું મોરડીયા ઘટના સ્થળે દોડી આવ્યા.

કતારગામના ધારસભ્ય અને હાલમાં રાજયમંત્રી ઘટના બનતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે આ ઘટના બનતા રાજ્ય મંત્રી વીનું મોરડીયા એ મુલાકત લીધી હતી . તેમણે નિવેદન આપતા કહ્યું હતું જે ઘટના બની છે ગંભીર ઘટના છે બે ના મોત થયા છે. આ ઘટના માં બેદરકારી દાખવાનાર એક પણ છોડવામાં નહિ આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

વિપક્ષનો આક્ષેપ અધિકારીઓ  આંખ આડા કાન કરે છે

વિપક્ષે કહ્યું હતું કે ખાનગી માલિકીનું બિલ્ડીંગ છે સૌથી પહેલા તો માલિક દ્વારા રીનોવેશન કરવા માટે ડીમોલેશન કરતા હતા તે દરમિયાન કોઈ સેફ્ટી રખાઈ ન હતી એના કારણે બે લોકોના મૃત્યુ થયા અને બીજા ત્રણ ચાર લોકોના ઘાયલ થવાની વાત પણ સામે આવી છે આ બાબતમાં શાસકોને ખબર જ નથી એમ કરી આંખ આડા કાન કરી રહી છે પોતાનો બચાવ કરી છે તેમાં પણ વ્યવસ્થાતં ત્ર નો સૌથી મોટો રોલ છે કારણ કે કોઈપણ જગ્યાએ નાના માણસો સામાન્યમાં સામાન્ય માણસને મકાન બનાવતો હોય છે તો એ પણ અધિકારીને જાણ થઈ જાય છે તો આવડું મોટું કામ ચાલતું હોય તો અધિકારીને જાણ હોય આવું ક્યારેય બની શકે નહીં.

આ પણ વાંચો : Kheda: વડતાલધામમાં રંગોત્સવની દબદબાભેર ઉજવણી, કેસુડાના જળથી હરિભક્તો રંગે રંગાયા

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેના જંગલ સફારીમાં લવાયેલાં 163 પશુ પક્ષીઓમાંથી 53નાં મોત થઈ ગયાં

 

 

Next Article