
Surat : સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ સ્મૃતિ દિવસ(Police Commemoration Day)ની ઉજવણી કરાઇ હતી. પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ શહીદ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રેન્જ આઇજી,જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.સુરત જિલ્લા પોલીસ(Surat Police) દ્વારા શહીદ થયેલા પોલીસ કર્મીઓની વીરતાને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
21 ઓકટોબર પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે. વર્ષ 1959 માં CRPF જવાનો અને IB ના અધિકારીઓની ટુકડી પર લડાખના અક્ષાઈ ચીન હોટ સ્પ્રિંગ(Aksai China Hot Spring area of Ladakh) વિસ્તારમાં ચીને હુમલો કર્યો હતોજેમાં 10 પોલીસ જવાનો શહીદ થયાં હતાં અને ૭ જવાનો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
આ શહીદ જવાનોની યાદમાં આજના દિવસને પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે કામરેજના ઘલુડી ખાતે આવેલ જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આવસરે રેન્જ આઇજી વી ચંદ્રશેકર,જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ દ્વારા શહીદ થયેલા પોલીસ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના કર્તવ્ય તેમજ ફરજ પાલન કરતાં સમયે શહીદ થયેલા તમામ પોલીસ કર્મીઓને વિનમ્રતા પૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
પોલીસ મેમોરિયલ ડે એ એક મહત્વપૂર્ણ દિવસ છે જે આપણને તે પોલીસકર્મીઓને યાદ કરવાની તક આપે છે જેમણે દેશની સેવા કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
Input Credit : – Mehul Bhokalva, Olpad