SURAT : તામિલનાડુના કૂંન્નુર ખાતે હેલીકૉપ્ટર ક્રેશના બનાવમાં દેશના ચીફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહીત 12 જવાનો શાહિદ થયા હતા.આ દુઃખદ ઘટનાના પગલે સમગ્ર રાષ્ટ્રમાં શોક મનાવવામા આવી રહ્યો છે.તેમજ શહીદોને સમગ્ર દેશમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.દરમિયાન શહેરમાં પણ જુદા જુદા સંગઠનો તેમજ સામાજિક સંસ્થાઓ સહિતના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરવામાં આવી રહયા છે.ત્યારે આજે સવારે પાલનપુર પાટિયા ખાતે સીડીએસ બિપિન રાવત સહીત જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા ખાતે આવેલ વિર સાવરકર સર્કલ પર આજે સવારે શ્રદ્ધાંજલિનો એક કાર્ય્રકમ યોજવામા આવ્યો હતો.જ્યા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ,મંત્રી પૂર્ણેશ મોદી,મેયર હેમાલીબેન બોઘાવાલા સહીત અન્ય મહાનુભાગો હાજર રહયા હતા.બેન્ડ અને કેન્ડલ માર્ચ સાથે સીડીએસ બિપિન રાવત સહીત હેલીકૉપટર ક્રેશમાં શહિદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની વીરગતિની ગાથાઓ યાદ કરી તેમને નમન કર્યા હતા.શહેરમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિના કાય્રકમોં યોજવામાં આવી રહ્યાં છે અને શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે.એટલુંજ નહીં આખા રાષ્ટ્રમાં સીડીએસ બિપિન રાવત શહીદોને યાદ કરી રાષ્ટ્રીય શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
દેશના પ્રથમ સીડીએસ જનરલ બીપીન રાવત, તેમના ધર્મપત્ની અને અન્ય વીર સપૂતોને યાદ કરીને ખુભ ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં કેટલાક લોકોએ મુંડન પણ કરાવ્યું હતું.
મુંડન કરાવનાર એક સ્થાનિકે જણાવ્યું હતું કે દેશના જવાનો માટે આજે પણ લોકોને ગર્વ છે. અને તેઓની લાગણી હંમેશા જોવા મળતી હોય છે. તેઓ પણ અસંખ્ય વખત કારગીલ જઇ આવ્યા છે. દેશના સૈનિકો માટે હંમેશા આદર હતો અને રહેશે. આ આકસ્મિક ઘટનાથી દેશને બહુ મોટી ખોટ પડી છે.
Published On - 4:37 pm, Sat, 11 December 21