AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : પાકિસ્તાનની મસ્જિદોમાં આપવામાં આવે છે ‘મર્ડરની ટ્રેનિંગ’, ઇશનિંદાના આરોપીનું માથુ કાપવાની પ્રેક્ટિસ કરી રહી છે વિદ્યાર્થીનીઓ

પાકિસ્તાનમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જે ઇશનિંદાના મામલે પાકિસ્તાનના હિંસક અને અરાજક ચહેરાને ઉજાગર કરે છે. આ વીડિયો ઈસ્લામાબાદની લાલ મસ્જિદનો છે.

Video : પાકિસ્તાનની મસ્જિદોમાં આપવામાં આવે છે 'મર્ડરની ટ્રેનિંગ', ઇશનિંદાના આરોપીનું માથુ કાપવાની પ્રેક્ટિસ કરી રહી છે વિદ્યાર્થીનીઓ
Blasphemy Law
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 4:08 PM
Share

પાકિસ્તાનના (Pakistan) ક્રૂર ઈશનિંદા કાયદાની (Blasphemy Law) હાલમાં દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ શ્રીલંકાના એક નાગરિકને કથિત ઇશનિંદા કેસમાં મારી મારીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. વ્યક્તિની હત્યા કર્યા બાદ કટ્ટરવાદીઓએ તેના શરીરને આગ ચાંપી દીધી હતી. વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) આગેવાની હેઠળની સરકારની આ માટે વિશ્વભરમાં ટીકા થઈ હતી. હવે પાકિસ્તાનમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જે ઇશનિંદાના મામલે પાકિસ્તાનના હિંસક અને અરાજક ચહેરાને ઉજાગર કરે છે. આ વીડિયો ઈસ્લામાબાદની લાલ મસ્જિદનો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક-યુવતીઓને ધર્મનું અપમાન કરનારનું માથું કેવી રીતે કાપવું તે શીખવવામાં આવી રહ્યું છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં લાઉડસ્પીકર પર રેડિકલ તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) ના નારા પણ વાગી રહ્યા છે. આ એ જ સૂત્રોચ્ચાર છે જે TLP સમર્થકો સિયાલકોટમાં શ્રીલંકાના ફેક્ટરી મેનેજર પ્રિયંતા કુમારા દિયાવદનના મૃતદેહને સળગાવવા દરમિયાન ઉચ્ચારતા હતા. તાજેતરમાં જ પાકિસ્તાન સરકાર અને TLP વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આ કરાર પહેલા TLPએ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

આ વીડિયો પાકિસ્તાની પત્રકાર અને સામાજિક કાર્યકર્તા ગુલ બુખારીએ ટ્વીટ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, ઈસ્લામાબાદમાં લાલ મસ્જિદના વિદ્યાર્થીઓ ઈસ્લામાબાદના આરોપી વ્યક્તિનું શિરચ્છેદ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. પાકિસ્તાનનો ‘કામયાબ જવાન’ પ્રોજેક્ટ સારી રીતે આગળ વધી રહ્યો છે.

વીડિયોમાં સેંકડો યુવતીઓ અને મહિલાઓ ધાર્મિક વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે. યુવતીઓની સામે મહિલાઓ તલવારથી પૂતળાનું શિરચ્છેદ કરતી જોવા મળે છે. ‘કામયાબ જવાન’ પાકિસ્તાન સરકારની એક યોજના છે, જે યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને જોડાણને પ્રોત્સાહન આપવા માટે કહેવાય છે.

આ વીડિયો સામે આવ્યો તેના ત્રણ મહિના પહેલા, લાલ મસ્જિદ ચર્ચામાં આવી હતી. હકીકતમાં, વડાપ્રધાન ઇમરાન ખાને ભડકાઉ મૌલવી મૌલાના અબ્દુલ અઝીઝ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને રાજધાની ઇસ્લામાબાદના મધ્યમાં સ્થિત લાલ મસ્જિદ પર તાલિબાનનો ધ્વજ ફરકાવવાની મંજૂરી આપી.

એક વીડિયોમાં લાલ મસ્જિદના મૌલવી મૌલાના અબ્દુલ અઝીઝ કલાશ્નિકોવ સાથે જોવા મળ્યા હતા અને જો તાલિબાનનો ધ્વજ હટાવી દેવામાં આવશે તો પાકિસ્તાની સેનાને ભયંકર પરિણામોની ધમકી આપતા જોવા મળ્યા હતા. તેણે ધમકી આપી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન તાલિબાન બધાને પાઠ ભણાવશે.

આ પણ વાંચો –

માતાના નિર્ણયથી દીકરો પહોંચ્યો એકેડમી, દાદાનો ખાસ સહકાર, મુશ્કેલીમાં પિતા બન્યા કોચ, જાણો ભારતની અંડર-19 ટીમના કેપ્ટનની કહાની

આ પણ વાંચો –  

ખેડૂતોએ ડીસેમ્બર માસમાં વરિયાળી, જીરું, ઘાણા, મેથી, સુવા અને અજમા જેવા મરીમસાલાના પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">