સુરતમા આ રીતે બનાવાતું હતું બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુ, 7 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતના ઉતરાણ વિસ્તારમા હેડ એન્ડ શોલ્ડર્સ નામનો ઉપયોગ કરી ડુપ્લીકેટ શેમ્પુ બનાવી વહેંચણી કરતા ત્રણ ઈસમોને ઉતરાણ પોલીસે ઝડપી પાડયા હતા.તેમની પાસેથી 7 લાખથી વધુના મુદામાલના શેમ્પુ અને બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરતના અમરોલી વિસ્તારમા વેદાંત ઇન્ડસ્ટ્રીઝમા શેમ્પુની ફેકટરી ચાલુ કરી વધુ નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપની હેડ એન્ડ શોલ્ડર્સના નામના સ્ટીકરો લગાવી વેચાણ કર્યું હતું.

સુરતમા આ રીતે બનાવાતું હતું બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શેમ્પુ, 7 લાખનો મુદ્દામાલ જપ્ત
Duplicate Shampoo Surat
| Edited By: | Updated on: Mar 19, 2023 | 5:34 PM

સુરતના ઉતરાણ વિસ્તારમા હેડ એન્ડ શોલ્ડર્સ નામનો ઉપયોગ કરી ડુપ્લીકેટ શેમ્પુ બનાવી વહેંચણી કરતા ત્રણ ઈસમોને ઉતરાણ પોલીસે ઝડપી પાડયા હતા.તેમની પાસેથી 7 લાખથી વધુના મુદામાલના શેમ્પુ અને બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુરતના અમરોલી વિસ્તારમા વેદાંત ઇન્ડસ્ટ્રીઝમા શેમ્પુની ફેકટરી ચાલુ કરી વધુ નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપની હેડ એન્ડ શોલ્ડર્સના નામના સ્ટીકરો લગાવી શેમ્પુનું  વેચાણ શરૂ કર્યું હતું. આ ત્રણ જેટલા લોકોએ અમરોલીમાં શેમ્પુ તૈયાર કરી ઉતરાણ વીઆઈપી સર્કલ પાસે આવેલા શ્રી નાથજી આઇકોનમાં જી 6 નંબરની દુકાનમાં વેચાણ શરૂ કર્યું હતું.જેને લઈ હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીને જાણ થઈ જતા તેમણે તપાસ કરી પોલીસને જાણ કરી હતી.

ત્રણ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી

જેથી ઉતરાણ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જગ્યા પર જઈ રેઇડ કરવામાં આવતા. શેમ્પુની ખાલી બોટલો,શેમ્પુ ભરેલા બેરલ તેમજ સ્ટીકર વગેરેનો મુદામાલ મળી કુલ 7 લાખ 35 હજારની મત્તા કબ્જે કરી ત્રણ આરોપી જેમિલ ભરોળિયા, હાર્દિક ભરોળિયા અને નિકુંજ નામના ત્રણ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી

મહત્વનું છે કે વધુ કમાવવાની લાલચમાં હેડ એન્ડ શોલ્ડર્સના નામનો ઉપયોગ કરી ઓછા ભાવે શેમ્પુ નું વહેંચાણ કરતા હતા. અમરોલી ખાતે વેદાંત ઇન્ડસ્ટ્રીઝ માં શેમ્પુ નું કારખાનું બનાવી સ્ટીકર લગાવી ઉતરાણ ખાતે શ્રી નાથજી આઇકોન માં જી 6 નંબરની દુકાનમાં વેચાણ કરતા હતા. જેથી પોલીસે મુદામાલ સાથે ત્રણ ઈસમ ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : ઊંઝાના દાસજ ગામમાંથી ઝડપાયુ નક્લી જીરું, 3 હજાર કિલોથી વધુ નકલી જીરાનો જથ્થો જપ્ત

Published On - 5:15 pm, Sun, 19 March 23