Surat : સરથાણા નેચરપાર્કમાં નવા ત્રણ બાળ સિંહ બન્યા મહેમાન, એક ટીમ દ્વારા સિંહણ અને બાળસિંહનું કરવામાં આવી રહ્યુ છે મોનિટરિંગ

|

Jun 13, 2022 | 3:31 PM

સુરત (Surat) શહેરના સરથાણા ખાતે આવેલ નેચર પાર્કમાં (Nature Park) ગત 30મી મેના રોજ સિંહણ વસુધા દ્વારા ત્રણ બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યા બાદ હવે નેચર પાર્ક સહિતની ટીમ દ્વારા ત્રણેય નવજાત બચ્ચાઓનું સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

Surat : સરથાણા નેચરપાર્કમાં નવા ત્રણ બાળ સિંહ બન્યા મહેમાન, એક ટીમ દ્વારા સિંહણ અને બાળસિંહનું કરવામાં આવી રહ્યુ છે મોનિટરિંગ
સરથાણા નેચર પાર્કમાં ત્રણ બાળ સિંહ બન્યા નવા મહેમાન

Follow us on

સુરતના (Surat) સરથાણા નેચરપાર્કમાં (Sarthana Nature Park) નવા ત્રણ મહેમાન ઉમેરાયાં છે. છત્તીસગઢના રાયપુર ઝૂમાંથી લાવવામાં આવેલી વસુધા નામની સિંહણે ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ બચ્ચાઓ ત્રણ માસ બાદ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલ સુરતના જુના કર્મચારીઓ અને સ્ટાફની હાજરી હેઠળ બચ્ચાઓને ઓબ્ઝેર્વેશનમાં મૂકવામાં આવ્યા છે. હાલ ત્રણેય બચ્ચાઓ નિયમિત આહાર લઇ રહ્યા છે અને સ્વસ્થ છે. આ ત્રણેય બાળ સિંહનું (Baby lion) ધ્યાન રાખવા માટે નેચર પાર્કમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નેચર પાર્ક દ્વારા સિંહણ સહિત ત્રણેય બાળ સિંહનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે.

સિંહણ વસુધાએ આપ્યો ત્રણ બચ્ચાને જન્મ

સુરત શહેરના સરથાણા ખાતે આવેલ નેચર પાર્કમાં ગત 30મી મેના રોજ સિંહણ વસુધા દ્વારા ત્રણ બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યા બાદ હવે નેચર પાર્ક સહિતની ટીમ દ્વારા ત્રણેય નવજાત બચ્ચાઓનું સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે નેચર પાર્કના પશુ તબીબી અધિકારી અને ઝુ સુપ્રિટેન્ડેન્ટ સહિતની ટીમ દ્વારા સીસીટીવી થકી સિંહણ વસુધા અને ત્રણેય બાળકોની દિનચર્યા પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

એક ટીમ ત્રણેય બાળ સિંહની રાખી રહી છે દેખરેખ

સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલય સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગત 30મી મેના રોજ આઠ વર્ષીય વસુધા નામક સિંહણ દ્વારા ત્રણ તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યો હતો. આ ત્રણે બચ્ચાઓના સ્વાસ્થ્ય સહિતની માહિતી મેળવવા માટે નેચર પાર્ક દ્વારા એક ટીમ થકી સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલ સિંહણ વસુધા અને તેના ત્રણેય બાળકો માટે નેચર પાર્ક દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

બાળ સિંહ ત્રણ માસ બાદ મુલાકાતીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

આ સંદર્ભે ઝૂ સુપ્રીટેન્ડન્ટ રાજેશ પટેલે જણાવ્યું હતું કે, એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2020 માં રાયપુરથી આર્ય નામના સિંહ અને વસુધા નામની સિંહણને સુરત સરથાણા નેચરપાર્ક ખાતે લાવવામાં આવી હતી. 110 દિવસના ગર્ભધાન પછી આજે સિંહણ વસુધા એ ત્રણ સ્વસ્થ બચ્ચાઓ ને જન્મ આપ્યો હતો. નવજાત બચ્ચાઓ પ્રત્યે સિંહણ વસુધા દ્વારા કઈ રીતનું વર્તન કરવામાં આવે છે તેના થકી જ બાળકોના તંદુરસ્ત અને જીવનકાળ નક્કી થાય છે. આ માટે ત્રણ બાળ સિંહો અને તેની માતા વસુધાની રજેરજની માહિતી મેળવવા માટે ખાસ ટીમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જોકે, હાલ ત્રણેય બાળ સિંહોનો વિકાસ સામાન્ય છે અને વેક્સીનેશન બાદ આ ત્રણેય બાળ સિંહોને જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. જે ચોક્કસપણે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

Next Article