Surat : કોરોનાકાળમાં બગડી ગયેલા અક્ષર માટે અક્ષર સુધારણા કાર્યક્રમ કરતા આ મેન્ટર

|

Dec 21, 2021 | 6:40 PM

કોરોનાકાળ ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓમાં લેખનની આદત છૂટી ગઈ હોવાથી તેઓના રાઇટિંગ માં પણ સુધારાની જરૂર હોઈ શાળાઓ દ્વારા આવા વર્કશોપ યોજી ને તેઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

Surat : કોરોનાકાળમાં બગડી ગયેલા અક્ષર માટે અક્ષર સુધારણા કાર્યક્રમ કરતા આ મેન્ટર
અક્ષર સુધારણા કાર્યક્રમ

Follow us on

Surat :  કોરોના કાળમાં વિદ્યાર્થીઓની  લખવાની આદત ઘણા ખરા અંશે છૂટી ગઈ હોવાથી હવે શાળાઓમાં તેઓની ખોરવાયેલી શૈક્ષણિક રીધમ સેટ કરવા અક્ષર સુધારણા વર્કશોપ યોજાવામાં આવી રહ્યા છે.જેના કારણે વિદ્યાર્થીઓ પણ ધીરે ધીરે ફરીથી પોતાની રેગ્યુલર રિધમ માં પાછા ફરી રહ્યા છે. કોરોના કાળમાં સતત ઓનલાઇન ભણવાને કારણે બાળકોની ભણવાની અને ખાસ કરીને લખવાની આદત છૂટી ગઈ છે.

લેખન આધારિત શિક્ષણ પદ્ધતિમાં બાળકો ફરીથી લખવામાં પ્રવૃત્ત થાય અને અભ્યાસમાં જલ્દીથી પાછા સેટ થઈ જાય તે હેતુથી ટી.એન્ડ ટી.વી હાઇસ્કૂલ નાનપુરા માં અક્ષર સુધારણા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અક્ષર સુધારણા વર્કશોપનું આયોજન  ધોરણ 9 અને 10 ના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે  થયું હતું.જેમાં ધોરણ-9 અને 10 ના 350 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમના અક્ષરો સુધાયૉ હતા.વિદ્યાર્થીઓ ના અક્ષર અને લેખન ને સુધરવા આ કાર્યક્રમ માં ટ્રેનર તરીકે  સુરતના મેન્ટર અને ગ્રાફોથેરાપિસ્ટ ડો. જયેશ બી.જરીવાલા હાજર રહ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તેમણે કહ્યું  કે ભારતની શિક્ષણ વ્યવસ્થા લેખન આધારીત છે.આ સિસ્ટમમાં વિદ્યાર્થીઓએ જીતવું હોય તો વિદ્યાર્થીઓએ લેખન કૌશલ્યમાં સુંદર અક્ષરો સાથે માહીર બનવું જ પડે.સુંદર અક્ષરે લખાયેલી ઉત્તરવાહી  મૂલ્યાંકનકારનું દિલ જીતી લે છે અને પૂરા માર્ક્સ અપાવે છે.સુંદર અક્ષર દ્વારા પરીક્ષા પરીણામ 10 થી 12 %   સુધરે છે.તેનાથી લેખન કૌશલ્ય  સુધરે છે,આત્મવિશ્વાસ વધે છે અને અભ્યાસમાં રસ પણ વધે છે.

કોરોનાકાળ ઓનલાઇન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓમાં લેખનની આદત છૂટી ગઈ હોવાથી તેઓના રાઇટિંગ માં પણ સુધારાની જરૂર હોઈ શાળાઓ દ્વારા આવા વર્કશોપ યોજી ને તેઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ

આ પણ વાંચો : લખીમપુર ખીરી હિંસા મામલો ફરી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અજય મિશ્રા ટેની અને DyCM કેશવ પ્રસાદ મોર્યાની વિરૂદ્ધ FIR દાખલ કરવાની માંગ

Published On - 6:39 pm, Tue, 21 December 21

Next Article