સુરત(Surat) શહેરમાં એક ફેકટરી માલિકની સતર્કતા ને લઈ મોટી ચોરી(Theft) થતા રહી ગઈ અને માલિક અને પોલીસ દ્વારા ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ સીસીટીવી(CCTV) આ કિસ્સામાં ઉપયોગી પુરવાર સાબિત થયા છે. જેમાં સુરત શહેરમાં દિનપ્રતિદિન ઘરફોડચોરી, લુંટ , હત્યાના બનાવોમાં ને રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.ત્યારે એક એવી ઘટના સામે આવી કે એક ફેકટરીના માલિક દ્વારા ફેકટરીના અને ગોડાઉન ના સીસીટીવી મોબાઈલમાં લાઈવ જોઈ શકે તે માટે એપ્લિકેશન નાખેલ હતી તે ના આધારે ફેકટરી માલિક ની આ કામ ને લઈ મોટી ચોરી થતા રહી ગઈ ત્યારે સુરત શહેરની ખટોદરા પોલીસ સ્ટેશનનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન વરાછા વિસ્તારમાં રહેતા અંકુશ અશોકભાઈ ભાદાણીએ તેઓના શોરૂમમાં ખટોદરા પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ છે ત્યારે સીસીટીવી કેમેરાઓ લગાવેલ હોય અને તેના ફુટેજ અશોકભાઈના મોબાઈલ ફોનમાં દેખાતા હોય જેથી અશોકભાઈએ પોતાના ઘરેથી મોબાઈલ ફોનના સીસીટીની ફુટેજમાં કોઈ ચોર ઈસમ તેના શોરૂમમાં ઘુસી ચોરી કરતાં દેખાતા તાત્કાલિક અશોકભાઈ ઘરેથી પોતાની ગાડી લઈ ફેકટરી તરફ રવાના થયા હતા અને સાથે ખટોદરા પોલીસ ને જાણ કરી હતી જેથી પેટોલિંગમાં રહેલી પોલીસ ખટોદરા સ્થિત આવેલ પોતાના શોરૂમ ખાતે પહોંચી ગઈ હતી તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી હતી.
ચોરી કરનાર ચોર ભાવેશ ઉર્ફે ગુડ્ડુ દીલીપ સોનવણેને ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડયો હતો. તેણે ભાવેશ પાસેથી ચોરીનો હાથ ધોવાની ગેંડીના નળ પાંચ નંગ, સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન,મળી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે આરોપી ભાવેશ વિરુધ અગાઉ પણ સલાબતપુરામાં ત્રણ અને ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુકયા છે..મહત્વનું એ છે કે જો મોબાઈલમાં આ સીસીટીવી એક્સેસ ના હોત તો આજે ચોરીની ઘટના બની હોત સાથે સ્થાનિક પોલીસ અને અલગ અલગ બ્રાન્ચ કામે લાગી હોત એટલે કે માલિકની સુચકતા ને લઈ આ આરોપી રંગે હાથે ઝડપાઇ ગયો છે. તેમજ તેમની દુકાનમાંથી થતી ચોરી પણ બચી શકી છે.
આ પણ વાંચો : Gandhinagar: સત્યાગ્રહ છાવણી ખાતે ભારતીય મજદૂર સંઘના કર્મચારીઓનું આંદોલન
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો