Surat: ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો ચોર દ્વારા મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ, મોબાઈલ બચાવવા ટ્રેનમાંથી નીચે પટકાતાં ગંભીર ઈજા

|

May 24, 2023 | 5:22 PM

પેસેન્જર ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો ચોરે મોબાઇલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો જે બનાવમાં મોબાઈલ બચાવવા જતાં 30 વર્ષીય યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો. ટ્રેનની અડફેટે આવતા જમણો પગ કપાતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો.

Surat: ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો ચોર દ્વારા મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ, મોબાઈલ બચાવવા ટ્રેનમાંથી નીચે પટકાતાં ગંભીર ઈજા

Follow us on

સુરતમાં ભેસ્તાન અને ઉધના સ્ટેશન વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનમાં દરવાજા પર બેઠેલા મુસાફરનો મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ કરાયો હતો. જેથી મોબાઈલ બચાવવા જતાં મુસાફર સંતુલન ગુમાવીને નીચે પટકાયો અને ટ્રેન અડફટે આવી જતા જમણો પગ કપાઇ ગયો હોવાની ઘટના બની હતી.

ટ્રેનમાંથી પટકાતાં શરીરે ગંભીર ઇજા

ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે અજાણ્યા વ્યક્તિએ ટ્રેનના દરવાજા પાસે બેઠેલા 30 વર્ષના મુસાફર મોહમદ ઈર્શાદ આલમનો મોબાઈલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પણ મોબાઈલ બચાવવા પ્રયાસમાં તે દોડતી ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો અને ટ્રેનની અડફટે આવતા તેનો જમણો પગ કપાઈ ગયો હોવાની ઘટના ઘટી હતી. સ્થાનિકો દ્વારા 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સમાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર શરૂ કરાઇ હતી. ડોકટરે જણાવ્યું કે, યુવાનને માથાના ભાગે ડાબા પગ સહિત શરીરે પણ ઈજા પહોંચી હતી.

ટ્રેનમાં સચિન જતા સમયે બન્યો બનાવ

મોહમદ ઇર્શાદ આલમ મૂળ બિહારનો વતની છે અને છેલ્લા 4 વર્ષથી ભાઈ સાથે રોજગારીને લઈને સુરતના લિંબાયત વિસ્તારમાં રહે છે. હાલ તે સિલાઈ મશીનના કામકાજ સાથે સંકળાયેલો છે. ગત રોજ કોઈક કામને લઈ સચિન જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના ઘટી હતી.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

આ પણ વાંચો :4 વર્ષનો સમય વીતી ચુક્યો, તક્ષશીલા અગ્નિ કાંડમાં નથી મળ્યો કોઈને ન્યાય

મોબાઈલ અને પર્સ સહિતની ચોરીઓમાં વધારો

ઉલ્લેખનીય છે કે, ઉનાળાના વેકેશનના કારણે ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સિઝનના કારણે પ્રવાસ દરમિયાન અથવા સ્ટેશન પર ટ્રેનમાં ચઢતી વખતે અને ઉતરતી વખતે મુસાફરોના સામાન, મોબાઈલ અને પર્સ સહિતની ચોરીઓ વધી રહી છે. સુરત, ઉધના અને ભેસ્તાન સ્ટેશનની આસપાસ મોબાઈલ સ્નેચરો હજી પણ સક્રિય છે તે આ ઘટના પરથી પુરવાર થાય છે. જેને લીધે ભૂતકાળમાં પણ અનેક અકસ્માતો થયા છે. વહેલી તકે આવી ઘટનાઓ અંગે યોગી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવી ઘટનાઓ હજી પણ કેટલાય લોકોનો જીવા લઈ શકે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 5:21 pm, Wed, 24 May 23

Next Article