Surat : અયોધ્યા રામ મંદિરની થીમ લઈને સુરતના વેપારીઓએ તૈયાર કરી આ ખાસ સાડીઓ

|

Jan 17, 2022 | 6:36 PM

આ વર્ષનો ચૂંટણી મુદ્દો રામ મંદિર પણ જોવા મળશે. ભાજપ દ્વારા આ મુદ્દાને જ લઈને લોકો વચ્ચે જવામાં આવશે એ નક્કી છે ત્યારે સુરતના વેપારીઓએ પણ તેમાં સુર પૂરાવવા આ કીમિયો અજમાવ્યો છે.

Surat : અયોધ્યા રામ મંદિરની થીમ લઈને સુરતના વેપારીઓએ તૈયાર કરી આ ખાસ સાડીઓ
Textile traders made saree on the theme of Ayodhya Ram Mandir

Follow us on

ભારતના પાંચ રાજ્યોમાં ભલે ચૂંટણીનો (Election) માહોલ સર્જાયો હોય પણ તેનો રંગ ટેક્સ્ટાઇલનું (Textile) હબ ગણાતા સુરતમાં જોવા મળી રહ્યો છે. સુરતમાં વેપારીઓ ચૂંટણી વખતે ઘણી ચૂંટણી સામગ્રીઓ તૈયાર કરતા હોય છે. જેમાં સાડી, ડ્રેસ, ટોપી, મફલર, ખેસ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે યુપીમાં યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના વેપારીઓ દ્વારા ખાસ અયોધ્યા (Ayodhya) થીમ પર સાડીઓ તૈયાર કરવામાં આવી છે.

નોંધનીય છે કે કરોડો દેશવાસીઓની શ્રદ્ધા અને લાગણી રામ મંદિર સાથે જોડાયેલી રહી છે. 70 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે. ત્યારે તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને આપીને સુરતના કાપડ માર્કેટના વેપારીઓએ પીએમ મોદી અને સીએમ યોગીના ફોટા વાળી થ્રિ ડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આવી 1 હજાર જેટલી સાડીઓ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં મહિલાઓને મફતમાં આપવામાં આવનાર છે. આ સાડીઓ તૈયાર કરનાર વેપારી લલિત શર્મા કહે છે કે કરોડો દેશવાસીઓનું સપનું રામ મંદિર બનવાથી પૂર્ણ થયું છે અને એટલા માટે અમે સ્લોગન વાળી સાડીઓ તૈયાર કરાવી છે જેમાં અમે લખ્યું છે કે જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેંગે, યુપી મેં ભગવા ફિર સે લહેરાયેંગે.

આ સાડીઓના પલ્લું પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો લગાવવામાં આવ્યો છે. જેની સાથે સ્લોગન લખવામાં આવ્યું છે. વેપારીઓએ ઉમેર્યું હતું કે અમે યુપીમાં ફરી યોગી સરકાર જોવા માંગીએ છીએ. નોંધનીય છે કે અન્ય રાજ્યોમાં જયારે પણ ચૂંટણી હોય છે ત્યારે મોટાભાગની સામગ્રીઓ સુરતમાં તૈયાર થતી હોય છે. પરંતુ આ વખતે વેપારીઓ અલગ રંગમાં રંગાયેલા છે.

જેમાં આ વર્ષનો ચૂંટણી મુદ્દો રામ મંદિર પણ જોવા મળશે. ભાજપ દ્વારા આ મુદ્દાને જ લઈને લોકો વચ્ચે જવામાં આવશે એ નક્કી છે ત્યારે સુરતના વેપારીઓએ પણ તેમાં સુર પૂરાવવા આ કીમિયો અજમાવ્યો છે. વેપારીઓના કહેવા પ્રમાણે હાલ તેઓ 1 હજાર સાડીઓ મફતમાં આપશે અને તે પછી ઓર્ડર મળશે તે રીતે તૈયાર કરીને મોકલાવશે.

 

આ પણ વાંચો : Drone Attack : યમનના હુથી બળવાખોરોએ UAE પર હુમલો કર્યો, 3 ઓઇલ ટેન્કરમા વિસ્ફોટ, અબુ ધાબી એરપોર્ટ પર આગ

આ પણ વાંચો : Punjab Assembly Election 2022 : પંજાબમાં ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 14ને બદલે 20 ફેબ્રુઆરીએ થશે મતદાન

Published On - 6:34 pm, Mon, 17 January 22

Next Article