Surat : શ્વાનનો આતંક યથાવત, બાળકના મોત બાદ સફાળુ જાગ્યું તંત્ર, મનપાના અધિકારીઓ દોડતા થયા

|

Mar 23, 2023 | 8:07 AM

કૂતરાં કરડવાથી પાંચ વર્ષેના બાળકનું મોત થયા બાદ અચાનક તંત્ર જાગ્યું. સુરતના ભેસ્તાન ખાતે પાંચ વર્ષીય માસુમ બાળક સોહિલ પારગી પર પાંચ થી છ રખડતા કૂતરાંઓ એ જીવલેણ હુમલો કર્યો હતો અને જેમાં માસુમનું કરુણ મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાને લઇ ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની ડોગ પકડવાની કામગીરી પર સવાલ ઉઠયા છે.

Surat : શ્વાનનો આતંક યથાવત, બાળકના મોત બાદ સફાળુ જાગ્યું તંત્ર, મનપાના અધિકારીઓ દોડતા થયા

Follow us on

સુરતના ભેસ્તાન ખાતે 5 થી 6 જેટલા શ્વાને પાંચ વર્ષના બાળક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં બાળકનું મોત થયુ છે. ત્યારે સમગ્ર ઘટનાની જાણ મનપાને થતા સુરત મહાનગરપાલિકાની ડોગ પકડવાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ચારથી પાંચ કુતરાને પકડી પાડ્યાં હતા.

આ પણ વાંચો :Surat: ચૈત્રી નવરાત્રિથી કરી શકશો મન મોહી લેતા અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન, કિંમત 70 હજારથી માંડીને 5 લાખ રૂપિયા

બાળકના મોત બાદ સફાળુ તંત્ર જાગ્યુ

કૂતરાં કરડવાથી પાંચ વર્ષેના બાળકનું મોત થયા બાદ અચાનક તંત્ર જાગ્યું. સુરતના ભેસ્તાન ખાતે પાંચ વર્ષીય માસુમ બાળક સોહિલ પારગી પર પાંચ થી છ રખડતા કૂતરાંઓ એ જીવલેણ હુમલો કર્યો હતો અને જેમાં માસુમનું કરુણ મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાને લઇ ફરી એક વખત સુરત મહાનગરપાલિકાની ડોગ પકડવાની કામગીરી પર સવાલ ઉઠયા છે. તો બીજી તરફ ઘટનાની જાણ મહાનગરપાલિકાના તંત્રને થતા મનપાની ડોગ પકડવાની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. કૂતરાં પકડવાની કામગીરી કરવામાં આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કૂતરાં પકડવાની ટીમે 5 કૂતરાં પકડ્યા

સુરત મહાનગરપાલિકાની ડોગ પકડવાની ટીમને તાત્કાલી ધોરણે તંત્ર દ્વારા ઘટના સ્થળે મોકલી આપવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા પાંડેસરા વિસ્તારમાં બનાવવામાં આવી રહેલા આરસીસી રોડના માટેના ભેસ્તાન ખાતે રહેલા આરએમસી પ્લાન્ટ પર બાળક પર શ્વાનોના પિચકારી હુમલાની ઘટના બની હતી. ત્યારે અહીં 8 થી 10 રખડતા કૂતરાંઓ ફરી રહ્યા છે. જેમાંથી પાંચથી છ કૂતરાંઓએ પાંચ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો જેમાં બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે રખડતા અને હુમલો કરતા કૂતરાંઓને પકડવા માટે મનપાની ડોગ પકડવાની ટીમના 8 થી 10 કર્મચારી ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. કર્મચારી દ્વારા આરએમસી પ્લાન પર રખડતા કૂતરાંઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના ડોગ પકડવાની ટીમના કર્મચારીઓ તમામ સાધન સામગ્રી સાથે રખડતા કૂતરાંને પકડવા પહોંચ્યા હતા. જ્યાં રખડતા આઠથી દસ કૂતરાંઓને પકડવા ભારે મહેનત કરવામાં આવી હતી. ડોગ પકડનાર ટીમ દ્વારા કૂતરાંઓને શોધી શોધીને પકડવામાં આવ્યા હતા. બે થી ત્રણ કલાકની મહેનત બાદ કર્મચારીઓ દ્વારા આરએમસી પ્લાન્ટ પરથી ચારથી પાંચ કૂતરાંને પકડી પાડવામાં આવ્યા હતા.

Published On - 7:33 am, Thu, 23 March 23

Next Article